વેલફેરના સ્થાપક મહંમદ પટેલના પૌત્રી ઇરફાના અને યુસુફ પટેલ દ્વારા પેજ બનાવવાતા જ UK ના પ્રિસ્ટન અને લેંકશાયરથી 1,80,000 પાઉન્ડની સહાયનો ધોધ
UK સ્થિત લોર્ડ આદમ પટેલના ભાઈ મરહુમ મોહંમદ પટેલ ( ફાંસીવાલા ) દ્વારા ભરૂચમાં પટેલ વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી.
WatchGujarat. ભરૂચ ધ બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં 30 એપ્રિલે રાતે 12.30 થી 12.45 ના અરસામાં COVID-19 કેર સેન્ટરના ICU વોર્ડમાં આગની દુઃખદ હોનારત સર્જાઈ હતી. જે દુર્ઘટનામાં 16 દર્દીઓ અને 2 ટ્રેની નર્સના મૃત્યુ થયા હતા.
ભરૂચ વેલ્ફેર એન્ડ મેડિકલ ટ્રસ્ટ રજીસ્ટર્ડ UK ચેરિટી (1011781) માં લંડન સ્થિત મહંમદ પટેલના પૌત્રી ઇરફાના અને પૌત્ર યુસુફ પટેલને જાણ થતાં તેઓએ તાત્કાલિક હોસ્પિટલની આગ હોનારતના હતભાગીઓ તેમજ હોસ્પિટલને ફરીથી બેઠી કરવા ફંડ રાઈઝર પેજ બનાવ્યું હતું. UK ના બ્લેકબર્ન અને પ્રેસ્ટનનાં પરિવારોએ આગથી બરબાદ થયેલી ભારતીય હોસ્પિટલ માટે 181,000 પાઉન્ડથી વધુ એકત્રિત કરવામાં મદદ કરી છે.
લંડનમાં ઇરફાના પટેલ અને તેના ભાઇ યુસુફ દ્વારા GoFundMe પેજની સ્થાપના કરવામાં આવી હતી, જેનાં સ્વર્ગસ્થ દાદા હાજી મોહમ્મદ પટેલે ભારતના ગુજરાત સ્થિત ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ સ્થાપવામાં મદદ કરી હતી. ભરૂચ વેલફેર હોસ્પિટલના પૂર્વ પ્રમુખ મરહુમ મહમદ પટેલ બ્લેકબર્નના લોર્ડ આદમ પટેલના ભાઈ હતા.
વેલ્ફેર હોસ્પિટલ આગને પગલે કોવિડ વોર્ડના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) ચપેટમાં લઈ 18 જિંદગીઓને હણી લીધી હતી. ઇરફાના અને યુસુફ પટેલના પિતા સ્વર્ગસ્થ હાજી સલીમ મોહમ્મદ પટેલે પણ મહંમદ ફાંસીવાલા બાદ પટેલ વેલફેરનું સુકાન સંભાળ્યું હતું. જેઓનું કોવિડ-19 ના પેહલા વેવમાં કોરોનાના કારણે નિધન થયું હતું.
GoFundMe પેજ બનાવી ઇરફાના અને તેમના ભાઈ એ પટેલ વેલ્ફેર ટ્રસ્ટની વર્ષોથી જરૂરિયાતમંદ લોકોની સેવામાં યોગદાન અને કોરોના મહામારીમાં ભરૂચમાં ફ્રન્ટલાઈન કેર પૂરી પાડવામાં આ હોસ્પિટલ મહત્ત્વપૂર્ણ રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. લેન્કશાયરમાં ભારતીય સમુદાયના મોટી સંખ્યામાં પરિવારો વસે છે. જેને ધ્યાને લઇ પટેલ પરિવારના ઇરફાના અને તેમના ભાઈએ દુર્ઘટનામાં વેલ્ફેર હોસ્પિટલ માટે નાણાં એકત્ર કરવાનું નક્કી કર્યું.
પ્રેસ્ટનમાં રહેતા ઇરફાનાએ ઘટનાની તે રાત્રે તેમના પરિવાર સાથે ગો ફંડ મી પેજ શરૂ કર્યું અને 24 કલાકમાં જ 10,000 પાઉન્ડ એકત્ર કર્યા હતા. આગ હોનારતના ફક્ત 10 દિવસ પછી £ 180,000 ફંડ ભેગું કરાયું છે, જે ભારતીય ચલણ પ્રમાણે ₹1.86 કરોડ થાય છે. સાથે જ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી લોકોના આશ્ચર્યજનક અને અદભુત સહાયના ધોધ બદલ આભાર પણ વ્યક્ત કરાયો છે, હવે તેઓનો 2,00,000 પાઉન્ડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.
બીજી તરફ ઘટનાને 13 દિવસ વીતી ગયા છે. 18 મૃતકોના પરિજનોનો રાજ્ય સરકાર દ્વારા ₹4 લાખની સહાયની જાહેરાત કરાઈ હતી, જેની જરૂરી કામગીરી હજી કાર્યરત છે. હોસ્પિટલ વ્યવસ્થાપકોએ પણ મૃતકોના પરિજનોને ઘટના બાદ ફોન કરી હમદર્દી સાથે પોતે પણ વ્યથિત અને દુઃખી હોવાનું જણાવી સહાયનું આશ્વસન આપ્યું હતું.
Bharuch Welfare Trust UK ના સોશ્યલ એકાઉન્ટ પર GoFundMe પેજ બનાવી કરાયેલી અપીલ
ભરૂચ વેલ્ફેર ટ્રસ્ટના UK ના સોશ્યલ એકાઉન્ટ પર ફંડ રાઈઝર પેજ બનાવી અપીલ કરાઈ હતી કે, આ કટોકટીના તબકકે અત્યંત નિઃસહાય અનુભવ થઈ રહ્યો છે, પરંતુ સહાય માટે તમે ઘણું કરી શકો છો. અસરગ્રસ્તો અને હોસ્પિટલ માટે નાણાં એકત્રિત કરવા માટે આ એક કટોકટીની અપીલ છે, જેથી આ આપદામાં જરૂરી સંભાળ અને સેવાકીય પ્રવૃત્તિ કાર્યરત રાખી શકાય. ભારત અને તેના લોકોને હમણાં સહાયની જરૂર છે. કૃપા કરી કોઈ પણ રીતે દાન અને સહાય કરો. ભંડોળ ભરૂચ વેલફેર અને મેડિકલ ટ્રસ્ટને સીધું જ પ્રાપ્ત થશે જે યુકેની રજિસ્ટર્ડ (1011781) છે.