ડભોઇ રોડ પર આવેલા પેટ્રોપ પમ્પ નજીકની ઘટના
પોલીસની હાજરી છતાં બન્ને પક્ષો સામ સામે આવી જતા મામલો ગરમાયો
ભાજપ- કોંગ્રેસ બન્ને પક્ષોના ટેકોદારો વચ્ચે થઇ છુટ્ટા હાથની મારામારી સાથે પથ્થર પણ માર્યા
જય ઠાકોરને ગંભીર ઇજા પહોંચી જ્યારે ભાજપના કાર્યકરો પણ મારા-મારીમાં ઘવાયા
પાર્ટીના ઝંડાની લાકડીઓ વડે કોંગ્રેસ- ભાજપના કાર્યકરો લડી પડ્યા
ચુંટણી પ્રચારમાં પહેલી વખત હિંસાની ઘટના શુક્રવારે સામે આવી
કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્વતને પણ માર મારવામાં આવ્યો હતો.
WatchGujarat. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ રાજકીય પક્ષો દ્વારા શહેરમાં ઠેર ઠેર રેલીઓનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો અને પાર્ટીના કાર્યકરો રેલીમાં જોડાય છે. ત્યારે પોલીસની હાજરની વચ્ચે વોર્ડ 16માં ભાજપ અને કોંગ્રેસની રેલી આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો. જેમાં બન્ને પક્ષોના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારા મારી થઇ હતી રાજકીય રેલી લોહિયાળ બની હતી.
શહેરના વહીવટી વોર્ડ 16માં કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તન અને ભાજની પેનલ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહીં છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એટલે કે આજે બન્ને એક તરફ કોંગ્રેસની રેલી નિકળી હતી. ત્યારે બીજી તરફ ભાજપના ઉમેદવારોની પણ રેલી નિકળી હતી. બન્ને રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકરો સાથે જંગી રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ.
https://twitter.com/WatchGujarat/status/1362679248335478787?s=20
તેવામાં વોર્ડ 16 વિસ્તારમાં આવેલા ડભોઇ રીંગ રોડ પર આવેલા પેટ્રલ પમ્પ નજીક ભાજપ અને કોંગ્રેસની રેલી આમને સામેન આવી જતા મામલો ગરમાયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર થયા અને એકા એક પરિસ્થિતિ વણસી હતી. જેમાં ભાજપના કાર્યકરો દ્વારા જય ઠાકોરને ઢોર માર મારવામાં આવ્યો હોવાનુ સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્વતને પણ માર મારવામાં આવ્યો હતો. તેમજ કોંગ્રેસની રેલીમાં જોડાયેલા ટેમ્પો પર લાગેલા ઉમેદવારોના પોસ્ટરો પણ ફાડી નાખવામાં આવ્યાં હતા. અને ગાડીના કાચ પણ તોડી નાંખવામાં આવ્યા હતા.
ભાજપ અને કોંગ્રેસની રેલી આમને સામે આવી તે સમયે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર હાજર હતી. છતાંય પરિસ્થિત કંટ્રોલ બહાર જતા બન્ને પક્ષોના કાર્યકરો અને ટેકેદારો આમને સામને થઇ જતા છુટ્ટા હાથની મારા મારી થઇ હતી. જેથી એંકદરે ચૂંટણીના અંતિમ પ્રચાર ચરણમાં નિકળેલી રાજકીય રેલી લોહીયાળ બની હતી.