• ચિરાગ ઝવેરી કેસરીયો ધારણ કરે છે એવી ધારણાં સાથે ભાજપા કાર્યાલય પર વિરોધ કરવા પહોંચેલાં જય રણછોડનો મતદારો સામે પનો ટૂંકો પડી રહ્યો છે.
  • વોર્ડ ઓફિસના પ્રાંગણમાં ચિરાગ ઝવેરી સામે રોષ વ્યક્ત કરતાં લેંઘો ઉતારી દેવાના પ્રકરણમાં કલ્પેશ પટેલ (જય રણછોડ) ખાસ્સો હાસ્યાસ્પદ ઠર્યો હતો.
  • શહેર ભાજપા પ્રમુખનું મિશન – 76 દિવસેને દિવસે અઘરૂ થતું જોવા મળી રહ્યું છે

Watch Gujarat. મતદાનના દિવસે જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ નેતાઓ સમક્ષ કામગીરી નહિ કરી હોવાનો રોષ વિસ્તારના નાગરીકો ઠાવલી રહ્યાની ઘટનામાં વધારો થયો છે. રવિવારે માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલ (જય રણછોડ) સહિતની પેનલના ઉમેદવારો ફેરણી કરી રહ્યા હતા. દરમિયાન સ્થાનિકોનો રોષ પારખી ગયેલા ઉમેદવારોએ વિરોધની જગ્યાએ જવાનું ટાળી ફેરણી ટુંકવી હતી. પોતાની ટીકીટ કપાશે તેવા ભયથી ટીકીટ માટેના નામો ફાઇનલ થતા પહેલા સમર્થકો સાથે ભાજપ કાર્યાલપ પહોંચી ગયો હતો. હવે પ્રજા સમક્ષ પેનલ સાથે મત માંગવા જઇ રહ્યો છે. વિસ્તારમાંથી પસાર થતા વખતે માણેજાના રહીશોએ ઉમેદવારોનો હુર્રીયો પણ બોલાવ્યો હતો.

સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ગત ચુંટણીમાં ચુંટાયા બાદ વિસ્તારમાં ફરક્યા ન હોવાને કારણે ચાલુ વર્ષે યોજાનાર ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવો પડી રહ્યો છે. તાજેતરમાં રાવપુરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. તેવા સમયે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ બીજી વખત રોષનો ભોગ બનવા જતા બચી ગયા હોવાની ઘટના સામે આવી છે. રવિવારે માંજલપુર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલ (જય રણછોડ) તેમની પેનલ સાથે ફેરણી કરી રહ્યા હતા. દરમિયાન માણેજા વિસ્તારમાં આવવા જતા સ્થાનિકોએ તેમનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. જો કે, લોકોનો રોષ ભાળી ગયેલા કલ્પેશ પટેલ (જય રણછોડ) સહિતના ઉમેદવારોએ વિરોધની જગ્યાએ જવાની ફેરણી ટુંકાવી અન્ય વિસ્તારોમાં ગયા હતા.

સ્થાનિકના મતે માણેજા વિસ્તારમાં સ્નશાનનો રસ્તો, પાણી સહિતના અનેક પાયાની સુવિધાઓને લઇને પ્રશ્નો છે. વર્ષોથી પડતર પ્રશ્નોને લઇને કોઇ કામગીરી કરવામાં આવતી નથી. વિસ્તારમાંથી ચુંટાયેલા ધારાસભ્ય યોગેશ પટેલ ગુજરાત સરકારમાં મંત્રી છે. ધારાસભ્ય પણ ચુંટણી ટાણે મત માંગવા માટે આવે છે. પરંતુ લોકોની સમસ્યાનને લઇને કોઇ કાયમી ઉકેલ લાવતા નથી. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ વિરોધમાં જોડાયા હતા.

BJP ના સ્થાનિક કાર્યકરે જણાવ્યું હતું કે, અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને કાઉન્સિલર, ધારાસભ્ય બનાવીએ છીએ. તેમ છત્તા અમારા કામ થતા નથી. લાંબા સમયથી પડતર કામને કારણે હવે તેમનો વિરોધ કરવાનું મન બનાવી લીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં કલ્પેશ પટેલ અને ચિરાગ ઝવેરી વચ્ચે સેનીટાઇઝેશ મામલે ચકમક ઝરી હતી. દરમિયાન આવેશમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના પુર્વ કોર્પેરેટર કલ્પેશ પટેલે જાહેરમાં પાલીકાની કચેરીમાં જ પોતાનો લેંઘો નીચે કરી નાંખ્યો હતો. અને તે દિવસે શહેરની રાજનીતીમાં નવી નીચાઇ જોવા મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud