• મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ કાર્યવાહી થશે કે નહિ તે તે અંગેની અટકળોનો અંત
  • તાજેતરમાં BJP ના MLA પત્રકારને કેમેરા સામે ધમકી આપતા ચર્ચામાં આવ્યા હતા
  • કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ બોલ્યા કે “કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું.”

WatchGujarat. વડોદરાના વાઘોડીયાના BJPના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દબંગ હોવાની છાપ ધરાવે છે અને અવારનવાર તેમના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. હાલમાં જ પત્રકારને કેમેરા સામે ધમકી આપતા ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે જીલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર હતા.

ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવને માઇક આપવામાં આવ્યું અને જે બાદ સંબોધનમાં જ વાણી વિલાસ શરૂ કર્યો. કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ બોલ્યા કે “કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું.”

તેમના આવા નિવેદનો અને વર્તનને લઈને ગાંધીનગર સુધી તેમની ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યના DGP આશિષ ભાટીયાએ મધુ શ્રીવાસ્તવના વાણી વિલાસ અંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીપંચનો વિષય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મધુ શ્રીવાસ્તવે આ શબ્દ પ્રયોગ કર્યો હતો. જો ચૂંટણી પંચ કહેશે તો અમે આ અંગે કાર્યવાહી કરીશું.

આમ, મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ કાર્યવાહી થશે કે નહિ તે તે અંગેની અટકળોનો અંત આવ્યો હતો. હવે આ મામલે ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud