WatchGujarat. ભારતીય જનતા પાર્ટીને પાલિકાની ચુંટણીમાં પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને ઐતિહાસીક વિજય અપાવી છે. ત્યારે હવે પાલિકામાં મહત્વના પદ મેયર, ડેપ્યુટી મેટર, દંડક તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનના નામો નક્કી કરવા માતે ગતરોજ ભાજપાની પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સીએમ રૂપાણી, ડે.સીએમ નિતીન પટેલ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. અમદાવાદ અને ભાવનગર મ્યુ. કોર્પોરેશનની પ્રથમ સામાન્ય સભાની બેઠક 10 માર્ચે મળશે. જ્યારે રાજકોટ અને વડોદરામાં 11 માર્ચે મળશે. જ્યારે સુરત અને જામનગર કોર્પોરેશનમાં 12 મી માર્ચે બેઠક મળશે.
ભાજપાની પાર્લામેન્ટ્રી બોર્ડની મિટીંગમાં ચર્ચા કરાયેલા નામો અંગે વિવરણ
અમદાવાદ – પ્રથમ અઢી વર્ષ માટે મેયરનું પદ અનુસુચિત જાતિ- એસસી માટે રીઝર્વ છે. જેમાં હિમાંશુ વાળા, ડો. ચંદ્રકાંત ચૌહાણ, કિરીય પરમાર, હેમંત પરમારના નામો ચર્ચાઇ રહ્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે ગીતાબહેન પટેલ, વંદનાબેન પટેલ, વાસંતીબેન પટેલ અને નિકીબહેન મોદીના નામો ચર્ચામાં છે.
વડોદરા – અહિં મેયર પદ માટે કોઇ પણ પ્રકારનું રીઝર્વેશન નથી. જેને કારણે ડો. હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, કેતન પટેલ, તથા કેયુર રોકડિયાના નામો ચર્ચામાં છે
સુરત – પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ મહિલા પ્રતિનીધી માટે અનામત હોવાના કારણે દર્શિની કોઠીયા, અને હેમાની બોધાવાલાના નામો ચર્ચામાં છે.
રાજકોટ – પ્રથમ અઢી વર્ષ મેયરનું ઓબીસી માટે અનામત હોવાથી હિરેસ ખિમણિયા, બાબુભાઇ ઉધરેજા, પ્રદિપ ડવ, ડો. અલ્પેશ મોરઝરિયાના નામો ચર્ચામાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
જામનગર – પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત હોવાથી મેયર પદ માટે બીનાબહેન કોઠારી, કુસુમબહેન પંડ્યા અને ડિમ્પલ રાવલના નામો ચર્ચા હેઠળ છે.
ભાવનગર – પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત હોવાથી મેયર પદ માટે કિર્તીબહેનદાણીધારિયા, વર્ષાબા પરમાર, યોગિતાબહેન ત્રિવેદી, અને ભારતીબહેન બારૈયાના નામોની ચર્ચા છે.