કારમી હાર બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે રાજીનામું આપ્યું
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે જ કોંગ્રેસનુ ભવિષ્ય ભાંકી કાઢ્યું હતુ.
સી.આર પાટીલે કહ્યું હતુ કે, કોંગ્રેસ ડબલ ડીજીટમાં પણ નહીં આવે
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હારતા માત્ર 7 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે અને તેમની ટીમ દ્વારા મીશન 76 હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં કોંગ્રેસનો સફાયો કરી વડોદરા મહાનગર પાલિકાની તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાવવા તડામાર તૈયારીઓ કરી હતી. તેવામાં ચૂંટણી દરમિયાન વડોદરા આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી અને કોંગ્રેસ સીંગલ ડીજીટમાં રહીં ગઇ છે.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીમાં 69 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 7 સીટો પર જીત પ્રાપ્ત થઇ છે. કોંગ્રેસને બેઠકો મળતા ડો. વિજય શાહનું મિશન-76 ફેઇલ થયું છે. જે અંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીને મિશન ફેઇલ જાય તેવા અણસાર આપ્યા હતા. અને કોંગ્રેસ સીંગલ ડીજીટમાં રહી જશે તેમ જણાવ્યું હતું. જોકે ચૂંટણીનુ પરિણા જાહેરા થાય તે પહેલા જ વડોદરાના મહેમાન બનેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કોંગ્રેસનુ ભવિષ્ય ભાંખી નાખ્યું હતુ. સી.આર પાટીલ વડોદરા આવ્યાં ત્યારે તેમણે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતુ કે, આ વખતે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડીજીટ પણ પાર નહીં કરી શકે.
ત્યારે આજ રોજ ચૂંટણીના પરિણામો જાહેર થતાં સી.આર પાટીલે કોંગ્રેસ અંગે કરેલી ભવિષ્યવાણી સાચી પડી અને કોંગ્રેસે માત્ર 6 બેઠકો પર જીત મેળવી સમેટાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 2015માં યોજાયેલા સ્થનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને 14 બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપે 57 બેઠકો સાથે કોર્પોરેશનેમાં બોર્ડ બેસાડ્યું હતુ. કોંગ્રેસની પાંગળી અને નેતાગીરી અને આંતરિક વિખવાદના કારણે કાર્યકરો બાદ હવે પ્રજાને પણ તેમની ઉપર વિશ્વાસ રહ્યો નથી તે સ્પષ્ટ થયું છે.
વડોદરામાં કારમી હાર બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે રાજીનામું આપ્યું છે.