• શહેપર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા મિશન – 76 અંતર્ગત વડોદરા પાલીકાને વિપક્ષ વિહોણું કરવાનું લક્ષ્યાંક
  • લક્ષ્યાંક સુધી પહોંચવા માટે જુઠા દાવાઓ સાથે પ્રચાર કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો 
  • કલાનગરીને આર્ટ ગેલેરી આપવા મામલે પણ ટટળાવતા શાસકો
  • શહેરની ઓળખ વધુ મજબુત કરવામાં વહીવટી તંત્ર ઉણું ઉતર્યું
તસ્વીર – મનીષ વ્યાસ

WatchGujarat. શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા પાલીકાની તમામ બેઠકો પર જીત મેળવવા માટેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. વડોદરાને વિપક્ષ વિનાની કરવા માટે મિશન – 76 શરૂ કરાયું હતું. જો કે, હવે સ્થિતી એવી આવી ગઇ છે કે, મિશન – 76 સુધી પહોંચવા માટે જુઠ્ઠો પ્રચાર કરવો પડે છે. તાજેતરમાં સી. આર. પાટીલ દ્વારા ગુજરાત મક્કમ ભાજપ અડિખમ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, કેમ્પેઇમનમાં વડોદરાના ઉમેદવારો પ્રજા કરોડોના ખર્ચે બનાવ્યા બાદ ખંડેર બનેલા દિપક ઓપન થિયેટરને વિકાસની વ્યાખ્યામાં ઉમેરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. અને વડોદરાને રાજ્યની સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે. વડોદરા શહેરની કલાનગરી અને સંસ્કારી નગરી તરીકેની છાપ દુનિયાભરમાં જાણીતી છે. પરંતુ કલાનગરીમાં કલા જીવંત રાખવાની જગ્યાએ તેને મારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવી હકીકત જોવા મળી રહી છે. વડોદરામાં બદામડી બાગ ખાતે અગાઉ આર્ટ ગેલેરી હતી. વહીવટી તંત્રએ કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટર બનાવવા માટે આર્ટ ગેલેરી તોડી પાડી હતી. આજદિન સુધી કલાકારો પોતાની આર્ટ ગેલેરી માટે વલખા મારી રહ્યા છે.

આશરે 6 વર્ષ પહેલા ગતિશીલ અને પ્રગતિશીલ વડોદરાના ભાગ રૂપે રૂ. 5.50 કરોડના ખર્ચે દિપક ઓપન એર થીયેટર બનાવવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ તત્કાલીન મેયર ભરત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદથી જાળવણીના અભાવે હાલ દિપક ઓપન એર થીયેટર ખંડેર બન્યું છે. નબળી કામગીરીને પગલે દિપક ઓપર એર થીયેટરમાં ગણતરીના સમયમાં જ પેવર બ્લોક ઉખડી ગયા હતા. અને ત્યાર બાદ તેનો સીટીંગ એરીયા તોડી પાડવામાં આવ્યો હતો. હાલ તો દિપક ઓપન એર થીયેટર ખંડેર હાલતમાં છે.

 

પરંતુ ચુંટણી ટાણે હવે નેતાઓ ખંડેર બનેલા દિપક ઓપન એર થીયેટરને પોતાના કેમ્પેઇનમાં વિકાસ સાથે સરખાવી પ્રયાર કરી રહ્યા છે. આમ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા શહેરમાં કરવામાં આવતા પ્રચાર અને જમીની હકીકતમાં ભારે તફાવત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud