• હરણી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ચાલતુ કોલસેન્ટર પકડાયું
 • ગઠીયાઓ વેન્ડર પાસેથી અમેરીકામાં રહેતા લોકોને ડેટા માંગીને તેમની સામે વોરંટ ઇશ્યુ કરાયાની ખોટી માહિતી આપતા
 • મામલાની પતાવટ માટે અમેરીકામાં રહેલા વ્યક્તિને ગીફ્ટ કુપનનો વિકલ્પ આપવામાં આવતો
 • અમેરીકાના લોકોને ચુનો ચોપડી વડોદરામાં બેઠેલી ગેંગના સભ્યો પૈસા કમાતા
 • એસઓજી ને બાતમી મળતા પીઆઇ એન.એચ. બ્રહ્મભટ્ટની આગેવાનીમાં ટીમે સ્થળ પર દરોડા પાડ્યા 

WatchGujarat. સામાન્ય રીતે નાઈજીરીય, બિહાર અથવાતો દિલ્હીમાંથી ચાલતી ગેંગો દ્વારા લોકો સાથે અનેક કારણે ઠગાઇ કર્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ વડોદરામાં એક ચોંકાનવારૂ આંતરરાષ્ટ્રીય કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વડોદરામાં બેસીને કોલસેન્ટર ચલાવતા ગઠીયાઓ દ્વારા અમેરીકામાં રહેતા લોકોને ફોન કરવામાં આવતો હતો. અને તેઓનો ફોન કરીને તેમના વિરૂદ્ધ ડ્રગ્સ ટ્રાફીકીંગ તથા અન્ય કેસોમાં વોરંટ ઇશ્યુ કરાવવામાં આવ્યો હોવાની ખોટી જાણકારી આપવામાં આવતી હતી. ત્યાર બાદ મામલાની પતાવટ માટે 100 – 500 ડોલર પડાવવામાં આવતા હતા. શહેર એસઓજીએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના હરણી વિસ્તારમાં સિદ્ધેશ્વર હિલેરીયસ ખાતે જયેશન ઉર્ફે માઇક હરગુનાની રહેતો હતો. તેણે રેસીડેન્સીના ટાવર – સીના પ્રથમ માળે કોલ સેન્ટર ચલાવતો હતો. તેના દ્વારા સોશિયલ સિક્યુરીટી એડમીનીસ્ટ્રેશન નામની સંસ્થાનો ઉપયોગ કરીને અમેરીકામાં રહેતા લોકોને બોગસ ઇન્ટરનેશનલ  કોલ કરતા હતા. અમેરીકામાં રહેતા વ્યક્તિ સામે ડ્રગ્સ ટ્રાફીકીંગ અથવા તો મની લોન્ડરીંગના નામે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યો હોવાની ખોટી માહિતી આપી તેને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

મામલાની પતાવટ માટે અમેરીકામાં રહેતા લોકો પાસેથી ગીફ્ટ કાર્ડ પર ખરીદી કરાવી તેમના પાસેથી 100 – 500 ડોલર ફીઝ પેટે જમા કરાવવાનું કહેવામાં આવતું હતું. ત્યાર બાદ અમેરીકામાંથી મળેલા નાણાં ઇન્ડિયન કરન્સીમાં આંગડીયા પેઢી મારફતે મેળવી લેવામાં આવતા હતા. શહેર એસઓજીને સમગ્ર મામલે બાતમી મળતા પીઆઇ એન.એચ. બ્રહ્મભટ્ટની આગેવાનીમાં ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. અને 13 લોકોને ઝડપી પાડ્યા હતા. તથા મોબાઇલ ફોન, લેપટોપ, તેમજ ઇન્ટરનેટ ડિવાઇઝ મળીને રૂ. 6.42 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.

ઘટનામાં પકડાયેલા આરોપીઓના નામ

 • જયેશ ઉર્ફે માઇક કમલેશ હરગુનાની (ઉં-25) – શ્રી સિદ્ધેશ્વર હિલેરીયસ, હરણી, વડોદરા
 • ઇશ્વર કમલેશજી હરગુનાની (ઉં-19) – શ્રી સિદ્ધેશ્વર હિલેરીયસ, હરણી, વડોદરા
 • કમલેશ ગોપીચંદ હરગુનાની (ઉં-53) – શ્રી સિદ્ધેશ્વર હિલેરીયસ, હરણી, વડોદરા
 • અનુપકુમાર ઉર્ફે સેમ ચિતરંજન ભટ્ટાચાર્ય (ઉં-27) આસામ
 • વિનોદ રાજુ સાંગપલીયાંગ (ઉં-22) મેઘાલય
 • મનીશ લુમબહાદુર ક્ષેત્રી (ઉં- 21) મેઘાલય
 • સોનું હીરાલાલ પાંડે (ઉં-27) અમદાવાદ
 • મીંકુકુમાર ચિતરંજન ભટ્ટાચાર્ય (ઉં-24) આસામ
 • રણજીત રાજેશ સિન્હા (ઉં-21) ઝારખંડ
 • કમલ ગોપાલ ક્ષેત્રી (ઉં-25) મેઘાલય
 • નિમિતસિંગ ગંભીરસિંગ બોહરા (ઉં-23) ઉત્તરાખંડ
 • પ્રકાશ રાજેશ સિન્હા (ઉં-21) ઝારખંડ
 • અવીનાશ પ્રદિપ વર્મા (ઉં-22) ઉત્તરપ્રદેશ

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આરોપીઓની મોડસ ઓપરેન્ડી

વડોદરામાં બેઠેલા ગઠિયાઓ અમેરીકાની સોશિયલ સિક્યુરીટી એડમીનીસ્ટ્રેશન ના નામે અમેરીકાના નાગરીકોના ડેટા વેન્ડરો પાસેથી ખરીદતા હતા. ત્યાર બાદ ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ કોલ કરવા માટે ટેક્ષનાવ એપ્લીકેશનનો ઉપયોગ કરતા હતા. સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમેરીકામાં રહેતા લોકોને નંબર મેળવીને ઓટોડાયલર કોલ કરીને વોરંટ ઇશ્યુ થયો હોવાનું જણાવતા હતા. અને તેના નિરાકરણ કરી આપવાનો વિશ્વાસ આપીને તેમની પાસેથી ગીફ્ટ કાર્ડ થકી 100 – 500 ડોલર ફી વસુલવામાં આવતી હતી. ગીફ્ટ કાર્ડનો નંબર અને પીન નંબર વેન્ડરોને આપીને ડોલરમાંથી ભારતીય કરન્સીમાં નાણાં મેળવવામાં આવતા હતા. અત્યાર સુધી ગઠીયાઓ મોટી રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud