• દેશભરમાં ગુજરાત સહિત જૂજ રાજ્યોમાં દારૂબંધી છે
  • ગુરુવારે શહેરની મકરપુરા પોલીસ દ્વારા નવો કીમિયો અજમાવીને દારૂ વેચતા બુટલેગરને ઝડપી પાડ્યો
  • બુટલેગરને પકડી તેની પાસેથી વિદેશી દારૂ રિકવર કરવા જતા પોલીસ અચંબિત થઈ ગઈ

WatchGujarat. ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેની અમલવારી કેવી રીતે થઈ રહી છે તે સૌ કોઈ જાણે છે. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં બુટલેગરે નવો કીમિયો અજમાવીને દારૂ નો ધંધો કરતા વિદેશી દારૂના જથ્થા સાથે મકરપુરા પોલીસે પકડી પડ્યો છે. દારૂ વેચવાના ગમે તેટલા કિમીયા બુટલેગર અજમાવે, પરંતુ પોલીસ પકડથી બચી શકાતું નથી તે વાત સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

દેશભરમાં ગુજરાત સહિત જૂજ રાજ્યોમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધીના અમલીકરણમાં ઢીલાશ જોવા મળી રહી છે. અવાર – નવાર દારૂ શહેર તથા રાજ્યભરમાં પકડવામાં આવે છે. કોરોના કાળમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા આંશિક લોકડાઉનમાં પણ અનેક વખત વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. ગુરુવારે શહેરની મકરપુરા પોલીસ દ્વારા નવો કીમિયો અજમાવીને દારૂ વેચતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. બુટલેગરે સંતાડેલો વિદેશી દારૂ રિકવર કરતી વેળાએ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.

ઘટના અંગે પ્રાથમિક વિગતો પ્રમાણે, દંતેશ્વર વિસ્તારમાં આવેલા હરિઓમ નગરમાં પોલીસ બુટલેગરને ત્યાં ત્રાટકી હતી. પોલીસે બુટલેગરને પકડી તેની પાસેથી વિદેશી દારૂ રિકવર કરવા માટે ગઈ તો અચંબિત થઈ હતી. બુટલેગર દ્વારા જમીનમાં ગટરના ભોઇરા જેવુ ચોર ખાનુ બનાવી સુનિયોજિત રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. બુલટેગરે પોલીસને ભોંયરામાં સંતાડેલો વિદેશી દારૂ નો જથ્થો કાઢી બતાવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud