• તૌકતે વાવાઝોડા બાદ અંકલેશ્વરની આસપાસ DGVCL ની વીજલાઈનો તોરણની જેમ નીચે લબડી પડતા આદિવાસી કિશોરનું મોત
  • વીજલાઈનો દુરસ્ત ન કરાતા વીજ કંપનીની ગંભીર બેદરકારીના કારણે ઘટનાથી ગ્રામજનોમાં રોષ

WatchGujarat. તૌકતે વાવાઝોડા અને વરસાદમાં ભરૂચ જિલ્લામાં એક પણ માનવહાનિ થઈ ન હતી. જોકે અંકલેશ્વરના રવિદ્રા ગામે જમીનથી માત્ર દોઢ ફૂટ ઉપર લટકતી વીજલાઈને શુક્રવારે બકરાં ચરાવતા 10 વર્ષના આદિવાસી કિશોરનો ભોગ લીધો છે.

ભરૂચ જિલ્લામાં તૌકતે વાવાઝોડા અને વરસાદ વચ્ચે ભારે ખાનાખરાબી થઈ હતી. ખેતી, કાચા-પાકા મકાનો, વૃક્ષો, વીજ પોલ અને લાઈનો સાથે સરકારી ઇમારતોને પણ નુકશાન થયું હતું.

બે પશુઓ ઉપર વૃક્ષ પડવાના બનાવમાં તેઓના મોત પણ થયા હતા. જોકે સદનશીબે માનવહાનિ નોંધાઇ ન હતી. વાવાઝોડા બાદ DGVCL ના 300 થી વધુ પોલ અને લાઈનો તૂટી પડતા શહેરી સહીત ગ્રામ્ય અને ઔદ્યોગોક વિસ્તારોમાં પણ 4 દિવસ સુધી વીજળી ખોરવાઈ જવાના કિસ્સા બન્યા હતા.

વીજ લાઈનો નમી જતા અને જમીન થી ખૂબ જ નીચે વીજ તારો ઝૂલતા થઈ ગયા હતા. આવા જ જોખમી બનેલા જીવંત વીજતારનો ભોગ અંકલેશ્વરમાં 10 વર્ષીય આદિવાસી કિશોર આયુષ બન્યો છે. અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામે આયુષ વસાવા શુક્રવારે બકરાં ચરાવી રહ્યો હતો ત્યારે ખેતર નજીક જ DGVCL નો લટકી પડેલો જીવંત વીજતાર પસાર થઈ રહ્યો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 25 ફૂટ ઉપરની લાઇન ઝૂલીને જમીનથી દોઢ ફૂટ જેટલા અંતરે આવી ગઇ હોય બકરા ચરાવતા આયુષ મહેન્દ્રભાઈ વસાવા અચાનક જ જીવતા વાયરને અડી જતાં ઘટના સ્થળે જ તેનું કરંટ લાગતા મૃત્યુ થયું હતું. રવિદ્રા ગામના આગેવાનોએ આ અંગે વીજ કંપનીની ગંભીર બેદરકારીને કારણે બાળકનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પુત્રના મૃત્યુથી આદિવાસી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ઘટના અંગે પોલીસ અને વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud