• શહેરની સેન્ટ્રલ જેલમાં છેલ્લા 48 કલાકમાં હિંસાની બે ઘટનાઓ સામે આવી
  • એક ઘટનામાં કેદીએ સિપાહીને ઇંટનો ઘા કર્યો, તો બીજી ઘટનામાં કેદીઓએ ભેગા થઇને હવલદારને માર માર્યો
  • રમઝાન નિમિત્તે વેચવામાં આવતા ફળ અને દુધ ઓછા હોવાથી કેદીઓ ઉશ્કેરાયા અને બબાચ મચી હતી

WatchGujarat. વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં રોઝા રાખનારા કેદીઓ માટે સંસ્થા દ્વારા આપવામાં આવેલી ખાદ્ય સામગ્રી અપૂરતી હોવાનું જણાવી ત્રણ કેદીઓએ ઉશ્કેરાઇને હવલદાર પર હુમલો કર્યો હતો. હવાલદારને માર મારવા સંદર્ભે રાવપુરા પોલીસે ત્રણ કેદીઓ વિરુદ્ધ સરકારી કર્મચારી ઉપર હુમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરની સેન્ટ્રલ જેલમાં છેલ્લા 48 કલાકમાં હિંસાની બે ઘટનાઓ સામે આવી હતી. બે દિવસ પહેલા એક કેદીએ ફોન પર વાત નહિ કરવા દેતા હોવાનું જણાવીને સિપાહી પર હુમલો કર્યો હતો. અને ગત રોજ રોઝા રાખતા કેદીઓને વહેંચવામાં આવતી ખાદ્ય સામગ્રીની વહેંચણી મામલે મામલે મચેલી બબાલમાં ત્રણ કેદીઓએ ભેગા થઇને હવલદારને માર માર્યો હતો.

વડોદરા શહેરની સેન્ટ્રલ જેલ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવતા હનીફભાઇએ રાવપુરા પોલીસ મથકે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રમજાન મહિનો શરૂ થતા જેલમાં રોજા રાખતા કેદી માટે બહારની સંસ્થા તરફથી આપવામાં આવતી રોજાની સામગ્રી ફ્રુટ અને દુધ લાવીને કેન્ટીન મારફતે રોજા રાખનાર સુધી પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેથી ગઇકાલે સાંજે યાર્ડ નંબર 9 માં રોજા રાખનાર કેદીઓ માટે ફ્રુટ, દૂધ સહિતની ખાદ્ય સામગ્રીના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વિતરણ સમયે ખાદ્ય સામગ્રી પૂરતી ન હોવાનું જણાવી કેટલાક કેદીઓએ વિરોધ કર્યો હતો. જેથી હવાલદારે તમામને સમજાવ્યા હતા કે, આ સામગ્રી સંસ્થાએ આપવામાં આવેલી સંખ્યા મુજબ આપી છે. તેમ છતાં પણ રોજા માટે આપેલી ખાદ્ય સામગ્રી લીધી ન હતી અને ખાદ્ય-સામગ્રી ભરેલી લારીને પાકા કામના કેદી ઈરફાન સિરાજ ઘાંચી, કાચા કામનો કેદી નજીર હુસૈન ગુલામહુસૈન સિંધી તથા સિકંદર ભાઈ ઉર્ફે બંટી ઈબ્રાહીમ સિંધિએ ઝઘડો કરી લારી ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો અને હવાલદારને માર માર્યો હતો. જેને લઇને સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય કેદીઓ વિરૂદ્ધ સરકારી કર્મચારી પર હુમલા સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud