• મિશન – 76 પુર્ણ કરવા માટે હવે સ્થાનિત નેતાગીરી સ્ટાર પ્રચારકોના ભરોષે
  • કોંગ્રેસના સ્થાનિક પ્રચારમાં જોતરાયેલા સિનિયર નેતાને નજરકેદ કરવામાં આવ્યા 
  • સીએમ વિજય રૂપાણી સહિતના બીજેપીના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં સભા ગજવશે

WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે જેમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ત્રણ સ્થળે જાહેર સભા રાખવામાં આવી છે. મિશન – 76 પુર્ણ કરવા માટે હવે સ્થાનિત નેતાગીરી સ્ટાર પ્રચારકોના ભરોષે છે. દરમિયાન કોંગ્રેસના આગેવાન ઋત્વિજ જોશી અને અન્ય પાંચ કાર્યકર્તા ને નજરકેદ રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે.

આજે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે વડોદરા આવનાર છે. તે પહેલા આજે સવારે 9 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ કોંગ્રેસના અગ્રણી ઋત્વિજ જોશી અને પાંચ કાર્યકરોના નિવાસ્થાને પહોંચી જઈ તેઓની નજર કેદ કરી લીધા હતા. અને તેઓ જ્યાં જ્યાં બહાર નીકળે તેઓની પાછળ પાછળ વોચ રાખી રહ્યા હતા.

કોંગ્રેસના અગ્રણીના નિવાસ્થાને પોલીસના જવાનો પહોંચ્યા ત્યારે તેઓએ કર્મીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવી રહ્યા છે. તેમાં અમને નજર કેદ કરવાનો કોઈ મતલબ નથી. અમે અમારા પક્ષના પ્રચાર માટે ભરવાના છે. અને કોઈ કાર્યક્રમ મુખ્યમંત્રી વિરુધ્ધ આપ્યો નથી તેમ છતાં તેઓએ તેમના અધિકારી સાથે વાત કરવા જણાવ્યું હતું.

કોંગ્રેસ અગ્રણીએ પોલીસ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત કરી હતી કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે આવી રહ્યા છે. જેથી અમને નજરકેદ કરવા યોગ્ય નથી હાલમાં ચૂંટણીની આચાર સંહિતા ચાલી રહી છે. ત્યારે પોલીસ વિભાગના પગલું યોગ્ય છે. તેમ છતાં પોલીસે તેઓને નજરકેદ રાખ્યા હતા.

આમ, શહેરમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો આવી રહ્યા હોત તેવા સમયે કોંગ્રેસના અગ્રણઓને નજર કેદ કરી દેવાતા વિવાદ સર્જાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud