• BJP ના સ્ટાર પ્રચારક સીએમ વિજય રૂપાણીએ મિશન 76 સફળ બનાવવા હાકલ કરી
  • વડોદરા સહિતના અન્ય શહેરોમાં મેટ્રો ટ્રેન ચલાવાશે – સીએમ રૂપાણી
  • રાજ્યમાં લવજેહાદનો કાયદો બનાવવા માટે પ્રથમ વખત ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ સીએમને પત્ર લખ્યો હતો

WatchGujarat. શહેરમાં પહેલી વખત બીજેપીના સ્ટાર પ્રચારક મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા ખાતે આવ્યા હતા. તરસાલી ખાતે યોજાયેલી જાહેર સભામાં પ્રથમ શહેર ભાજપા પ્રમુખ વિજય શાહે સંબોધન કર્યું હતું. અને લોકો સમક્ષ ઉમેદવારોએ વિકાસના કામો લઇને જઇ રહ્યા છે. અને મિશન – 76 સફળ થશે તેવો દાવો કર્યો હતો. જાહેર સભામાં સીએમ રૂપાણીએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, આવનાર સમયમાં રાજ્યમાં લવ જેહાદનો કાયદો બનાવવામાં આવશે. તથા વડોદરા સહિત અનેક શહેરોમાં મેટ્રો ટ્રેન ચલાવાશે.

વિજય રૂપાણીએ જાહેર સભામાં જણાવ્યું હતું કે, વિકાસને કેન્દ્રમાં રાખી ચુંટણી આવી રહી છે. ગુજરાત માટે સુવર્ણ તક છે. દિલ્લીમાં મોદી ભાજપાની સરકાર જે આપણને માંગીએ તે આપણને મળે.  અગાઉની સરકાર ગુજરાતને અન્યાય કરતી હતી. 7 વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા ચઢવા દીધા નહિ.  મોદીજીએ ગણતરીના દિવસોમાં આ કામ પૂરુ કરી આપ્યું હતું.

સીએમ રૂપાણીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના કામો કરવા માટે દિલ્લી જવું પડતું નથી. દેશ, ગામ, શહેર,માં ભાજપનું શાશન વિકાસ કરવા માટે ઉત્તમ તક સર્જે છે. વડોદરા સંસ્કારી નગરી છે. શૈક્ષણિક ધામ છે. સયાજીરાવે ઉત્તમ વ્યવસ્થા બનાવી હતી તે વડોદરા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7500 કરોડ વડોદરાના વિકાસ માટે આપ્યા છે. પૈસાને લઇને કોઇ કામ અટકશે નહિ. કામ કરો પૈસા મળતા રહેશે. કોંગ્રેસના શાસનમાં બજેટ 8 હજાર કરોડ હતું. ભાજપની સરકારે આ વર્ષે 2 લાખ 10 હજાર કરોડનું બજેટ રજુ કર્યું. વડોદરાના આગેવાનોને અભિનંદન ત્રણ વખતના ઉમેદવારને ટીકીટ નહિ, સમગ્ર ગુજરાતમાં 4 થી ટર્મ જીતી શકે તમામે જતું કર્યું. નવા યુવાનો માટે જગ્યા કરી આપી તે માટે અભિનંદન. આ ભાજપનો જ કાર્યકર કરી શકે. ભાજપા પરિવારની પાર્ટી નથી.

વધુમાં સીએમ. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના લોકો મેનીફેસ્ટોમાં કહે છે કે આઉટ સોર્સીંગ બંધ કરીશું. તે લોકો ના આંખે પાટા બાંધવાનું કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં 1.60 લાખ લોકોની કાયમી ભરતી કરી. 12 લાખ લોકોને નોકરી અપાવી છે.લાખોની સંખ્યામાં કામ મેળવા માટે અહિંયા આવેલા લોકોને કોરોના કાળમાં ટ્રેન ભરીને પાછા મોકલવામાં આવ્યા હતા. રાજ્યમાં વડોદરા સહિતના શહેરોમાં મેટ્રો ટ્રેન ચલાવવાનું આયોજન કરવામાં આવશે તથા એક મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આનવારા સમયમાં રાજ્યમાં લવ જેહાદનો કાયદો બનાવાશે.

લવજેહાદનો મુદ્દે છેલ્લા કેટલાય સમયથી દેશમાં છવાયેલો છે. વિધર્મી યુવાનો દ્વારા હિંદુ ધર્મની યુવતિઓને ભોળવીને તેમની સાથે સંબંધ બાધવામાં આવે છે અને ત્યાર બાદ લગ્ન કરવામાં આવે છે. સમયજતા વિધર્મી યુવાનો યુવતિને ત્યજી દે છે. આમ થવાને કારણે અનેક હિંદુ યુવતિઓનું જીવન છીન્ન ભીન્ન થઇ જાય છે. દેશમાં પ્રથમ વખત ઉત્તરપ્રદેશની સરકારે લવજેહાદનો વટહુકમ બહાર પાડ્યો હતો. ત્યાર બાદ અનેક રાજ્યો દ્વારા લવજેહાદ અંગે કાયદા અથવા વટહુકમ બહાર પાડવાનું શરૂ કર્યું હતું. વડોદરામાં પણ લવ જેહાદવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા)એ પ્રથમ વખત સીએમને પત્ર લખીને લવજેહાદનો કાયદો બનાવવા તરફ ધ્યાન દોર્યું હતું. જો કે આજે મુખ્યમંત્રી દ્વારા લવજેહાદ અંગે કાયદો બનાવવાની જાહેરાત કરાતા આગામી સમયમાં વિધર્મીઓ દ્વારા હિંદુ યુવતીઓને ફસાવવાના કિસ્સાઓમાં ઘટાડો જોવા મળશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud