• કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિતે કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો
  • લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારાથી ભારતની પ્રજાને અસહ્ય પીડા અને યાતના પડી રહી છે.

#Vadodara : કોંગ્રેસ દ્વારા પેટ્રોલ - ડિઝલ તથા રાંધણગેસમાં કમ્મરતોડ ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન
WatchGujarat. કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિતે કોંગ્રેસ કાર્યાલય ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ની આગેવાનીમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વોર્ડ પ્રમુખ, ફન્ટલ – સેલ ના વડા, કાઉન્સીલર તથા કોંગ્રેસી આગેવાનો ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો . ત્યાર બાદ કલેક્ટર મારફતે મહામહિમ રાજ્યપાલને દેશમાં વધતા જતા પેટ્રોલ – ડિઝલ તથા ગેસના બોટલના ભાવ ઓછા કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

#Vadodara : કોંગ્રેસ દ્વારા પેટ્રોલ - ડિઝલ તથા રાંધણગેસમાં કમ્મરતોડ ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન

લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકાર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે તેવા આક્ષેપ કોંગી અગ્રણીઓ દ્વારા લગાડવામાં આવ્યા હતા.

#Vadodara : કોંગ્રેસ દ્વારા પેટ્રોલ - ડિઝલ તથા રાંધણગેસમાં કમ્મરતોડ ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન

વધુમાં શહેર પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા ભારતની પ્રજા પાસેથી કરવામાં આવી રહેલી લૂંટ બહુ ઉઘાડી છે. છેલ્લા સાડા છ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂ.25.76 પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂ.30.42 પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટીનો વધારો કર્યો છે. ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટીમાં 879 નો અને પેટ્રોલમાં એક્સાઈઝ ડ્યૂટીમાં 380 % નો આ આઘાતજનક વધારો કરવામાં આવ્યો છે. માત્ર પેટ્રોલ અને ડિઝલના ભાવો અને એક્સાઈઝ ડ્યૂટીમાં વધારા દ્વારા જ મોદી સરકારે છેલ્લા સાડા છ વર્ષમાં રૂ.18,00,000 કરોડની કમાણી કરી છે.

આથી, વડોદરા શહેર કોંગ્રેસ આજે 28મી ડીસેમ્બર ના રોજ, ભારતીય કોંગ્રેસ ના સ્થાપના દિવસે પ્રજા ની વેદના રજુ કરી હતી. અને તેની સાથે સરકારને વિનતી કરી હતી કે, 5 મી માર્ચ, 2020 પછીના પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અને તેના ઉપર એક્સાઈઝ ડ્યૂટીના વધારા પાછા ખેંચવામાં આવે.

#Vadodara : કોંગ્રેસ દ્વારા પેટ્રોલ - ડિઝલ તથા રાંધણગેસમાં કમ્મરતોડ ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન

More #કોંગ્રેસ #oppose #price #hike #patrol #diesel #cooking #gas #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud