• એડવાન્સ ટેક્સ ભરનારને પાલિકા દ્વારા અનેક રાહતો આપવામાં આવી
 • રેસીડેન્સીયલ અને કોમર્શિયલ મિલકતો ધરાવતા તમામને છુટ મળશે
 • બજેટને બહાલી મળતા હવે તેને અંતિમ મંજૂરી માટે સમગ્ર સભા તરફ મોકલવામાં આવ્યું

WatchGujarat. પાંચ દિવસો સુધી ચર્ચા કર્યા બાદ સ્થાયી સમિતિએ વર્ષ 2021- 22નું ડ્રાફ્ટ બજેટ સુધારા વધારા સાથે મંજૂર કર્યું હતું. જેમાં શહેરીજનોને મિલકતવેરા અને પાણીવેરામાં રૂ. 20 કરોડ રૂપિયાની રાહત આપતી એડવાન્સ રીબેટ યોજના અમલમાં મૂકવા ઠરાવ કર્યો હતો. જે મુજબ 15 ચો. મી. સુધીની રહેણાક મિલકતોના વેરામાં 50% અને પાણી કરમાં 10% રાહત અપાશે. જો કે, આ લાભ એડવાન્સ ટેકસ ભરનારને જ અપાશે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પાલિકાની હદમાં આવેલી તમામ મિલકતના મિલકતધારકોને મિલકતવેરાના નાણા ભરવામાં રાહત થાય તે માટે રિબેટ યોજના મંજુર કરવા અભિપ્રાય છે. અને તેઓ ઠરાવ કરવામાં આવ્યો છે. જે મુજબ 15 ચોરસ મીટર સુધીની રહેણાંક મિલકતોમાં સામાન્ય કરમાં 50 ટકા અને પાણી કરમાં 10 ટકાનું રિબેટ મંજુર કરવા અભિપ્રાય છે. જ્યારે 15.01 ચો. મી.અને તેથી વધુ ની તમામ રહેણાંક મિલકતમાં સામાન્ય કર અને પાણી કરમાં 10-10% રિબેટ આપવામાં આવશે.

તમામ પ્રકારની કોમર્શિયલ મિલકતોમાં સામાન્ય કરમાં પાંચ ટકા અને પાણી કરમાં પાંચ ટકા મંજૂર કરવામાં આવ્યું છે. આ સિવાય તમામ ધાર્મિક સંસ્થાઓને મિલકતવેરામાં સામાન્ય કરમાં 50 ટકા અને પાણી કરમાં 10 ટકા રીબેટ આપવામાં આવશે આ તમામ પ્રકારના રિબેટ મિલકત ધારકો પોતાનો મિલકતવેરો એડવાન્સ ભરે તેને જ અપાશે. તેમણે જણાવ્યું હતું કે પાણી નો નવો સ્ત્રોત ઉભો કરવો સહિત 24 જેટલા સૂચનો પણ બજેટ પર આવ્યા છે. આ બજેટને બહાલી મળતા હવે તેને અંતિમ મંજૂરી માટે સમગ્ર સભા તરફ મોકલવામાં આવ્યું છે.

 • બજેટમાં સ્થાયી સમિતિએ કયા મહત્ત્વના વધારા-ઘટાડા કર્યા
વિષય મ્યુ.કમિ.નો અંદાજ સ્થાયીની મંજૂરી
અન્ય આવક રૂ 2277.31 લાખ. રૂ.2302.31
નિભાવણી રૂ.33,660.55 લાખ રૂ.33,732.05 લાખ
રસ્તા દુરસ્તીની આવક રૂ.125 લાખ રૂ.150 લાખ
કમ્પ્યૂટર,સોફ્ટવેર રૂ.1 લાખ રૂ.2 લાખ
કૂતરાનો ત્રાસ દૂર કરવા રૂ.50 લાખ રૂ.90 લાખ
ગ્રેજ્યુઇટી માટે રૂ.3,200 લાખ રૂ.3,350 લાખ
ગેસ ચિતાની નિભાવણી રૂ.10 લાખ રૂ.15 લાખ
ઇનસિલેટર રૂ.30 લાખ રૂ.35 લાખ
સરદારબાગ સ્વિમિંગપુલ રૂ.5 લાખ 2.7.50 લાખ
વાહનોના વીમા પ્રીમિયમ રૂ.50 લાખ રૂ.60 લાખ
ફાયર ફાઇટિંગની આવક રૂ.125 લાખ રૂ.200 લાખ
બાંધકામ પરવાના ની લાગત રૂ.18 હજાર લાખ રૂ.20 હજાર લાખ
પાણી પુરવઠા નિભાવણી રૂ.430 લાખ રૂ.460 લાખ
સ્મશાનમાં લાકડાની ખરીદી રૂ.30 લાખ રૂ.80 લાખ
ગેરકાયદે બાંધકામ દંડ રૂ.10 લાખ રૂ.50 લાખ
ટાઉનહોલ બનાવવા રૂ.1 કરોડ રૂ.10 લાખ
રાત્રી બજાર રૂ.50 લાખ રૂ.25 લાખ
રમતગમતના સાધનો રૂ.25 લાખ રૂ.50 લાખ
શાકભાજી માર્કેટ રૂ.50 લાખ રૂ.1 કરોડ

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

​​​​5 દિવસની ચર્ચામાં મહત્ત્વનાં સૂચનો

 • તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર લોહી અને યુરીનના બેઝિક રિપોર્ટની સુવિધા ઉભી કરાશે
 • પ્રતાપપુરા સરોવરમાં 100 એમ એલ ડી પાણીનો સ્ત્રોત ઉભો કરી સંગ્રહ ક્ષમતા વધારવા ડીપીઆર તૈયાર કરવો
 • રોડ પર ડામરના થર વધતા જાય છે ત્યારે રોડ મટિરિયલનો ફરીથી ઉપયોગ કરવા મિલર મશીન ખરીદાશે
 • વિસ્તાર વધતા વ્હીકલપુલને બે વિભાગમાં વહેંચાશે
 • તળાવો બાગ અને જાહેર રસ્તા ઉપર પબ્લિક યુટીલીટી
 • બગીચાઓનું પીપીપીના ધોરણે આધુનિકરણ અને નિભાવણી
 • ચાર ઝોનમાં વધુ ચાર નવા સી.એચ.સી સેન્ટર ઉભા કરાશે
 • પાલિકાની ખુલ્લી જગ્યાઓમાં અને પાણીની ટાંકીઓ વગેરે જગ્યા પર સોલર પેનલ ઊભી કરાશે
 • દરેક વોર્ડમાં નિયત કરેલા એક ચોરસ કિલોમીટરની જગ્યા સુવિધાસભર કરાશે
 • વાઘોડિયા ચોકડી થી વૃંદાવન ચાર રસ્તા વાળા હાઇટેન્શન લાઇને અંડરગ્રાઉન્ડ કરાશે
 • ઇલેક્શન વોર્ડ મુજબ વહીવટી વોર્ડ નું માળખું બનાવાશે
 • ઇલેક્ટ્રિકલ ચાર્જીંગ સ્ટેશન બનાવાશે
 • નવનાથ મંદિરોને અડીને આવેલા વિસ્તારોની વિકાસ
 • વિશ્વામિત્રી અને તળાવમાં આવતું ગંદુ પાણી બંધ કરાશે
 • જનભાગીદારીથી દરેક ઝોનમાં 24 કલાક રિડિંગ લાયબ્રેરી કરવામાં આવશે.
 • શહેરના બાકી રહેતા વોર્ડમાં ગેસ બીલ સ્વીકારવાની સુવિધા
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud