• 15 દિવસમાં 6 દિવસ સોસાયટીમાં કચરો ઉઘરાવવા સિટી વગાડી ગાડી નહિ આવતા નોંધાવ્યો નોખો વિરોધ
  • સમગ્ર ભરૂચ શહેરના 20 KM ના વિસ્તારમાં રોજ ગાર્બેઝ કલકેશન થાય તેની લેખિતમાં ખાતરી સાથે પલાઠીવાળી પાલિકામાં બેસતા અંતે પોલીસ બોલાવવી પડી
  • એ ડિવિઝનમાં પણ પાલિકા સામે ભ્રષ્ટાચાર મુદ્દે લડતા નિવૃત સરકારી અધિકારી અને તેમના પત્નીનો જામીન લેવા ઇન્કાર, કહ્યું જેલમાં મોકલો

Watchgujarat. ભરૂચ પાલિકામાં 34 વર્ષથી ભાજપ BJP ના રાજ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે છેલ્લા કેટલાય સમયથી નિવૃત સરકારી અધિકારી બીપીનચંદ્ર જગદીશવાલા ધરણાં, આંદોલન ચલાવી રહ્યાં છે. શુક્રવારે આ સિનિયર સિટીઝન તેમના પત્ની સાથે પાલિકામાં મુખ્ય અધિકારી અને પ્રમુખની ચેમ્બર વચ્ચેની સ્પેસમાં પલાંઠીવાળી બેસી સિટીઓ વગાડવા માંડતા અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેટરો દોડતા થઈ ગયા હતા.

શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેઝની અનિયમિતતાને લઈ આ સિનિયર સિટીઝને પાલિકામાં નોખો વિરોધ નોંધાવી કચરવાળાની ગાડીની જેમ સિટીઓ વગાડી પાલિકા તંત્રની હવા કાઢી દીધી હતી. દંપતીનો વિરોધ એ હતો કે છેલ્લા 16 દિવસમાં તેઓની સોસાયટીમાં 6 દિવસ સિટી વગાડી કચરાની ગાડી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવી નથી. જે અંગે પાલિકા તંત્રને લેખિતમાં અરજીઓ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી અને કચરા કલેક્શનમાં પણ કોઈ નિયમિતતા આવી નથી.

પાલિકા તંત્ર ભરૂચની પ્રજા પાસેથી ₹275 સફાઈ વેરો લે છે ત્યારે જેટલા દિવસ કચરો ઉઘરાવવા વાળી ગાડી ન આવે એટલા દિવસનો સફાઈ વેરો કાપી  ભરૂચની પ્રજાને પરત આપવો જોઈએ. પાલિકા પ્રમુખ, કોર્પોરેટરો સહિતના સમજાવવા છતાં બીપીનચંદ્ર અને તેમના પત્ની નહીં માનતા અંતે પોલીસ બોલાવી દંપતીને પાલિકામાંથી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં પણ દંપતીએ અમારે જમીન લેવા નથી તમે અમને જેલમાં મોકલી આપનો સુર આલાપ્યો હતો.

અરજીમાં અમાનવીય અને અવિવેક શબ્દો પ્રયોગ કર્યા છતાં પાલિકા તંત્ર પોતાની મસ્તીમાં

બીપીનચંદ્ર જગદીશવાળાએ જણાવ્યું હતું કે, પાલિકાના ભ્રષ્ટાચાર સામે તેમની લડત જીવન પર્યત ચાલુ રહેશે. ડોર ટુ ડોર કચરો ઉઠાવવા ગાડી નહિ આવતા પેહલા કરેલી રજીઓનો કોઈ જવાબ નહિ મળતા પછી માનનીય ના સ્થાને અમાનનીય અને સવિનય ની જગ્યા અવિનયથી જણાવવાનું તેવા શબ્દોમાં અરજીઓ કરી હતી. તેમ છતાં પાલિકા તંત્રનો કોઈ જવાબ કે સુવિધામાં નિયમિતતા નહિ થતા આજે પાલિકામાં બેસી સિટી વગાડી વિરોધ નોંધાવ્યો છે. મારી માંગણી સમગ્ર ભરૂચ શહેરમાં રોજે રોજ નિયમિત કચરો ડોર ટુ ડોર ઉપડાય એમ જવાબદાર અધિકારી-પદાધિકારી લેખિતમાં આપે એટલી જ હતી. જેમ તેઓએ ન કરી અમને ઉઠાડવા પોલીસ બોલાવી હતી.

રાજકીય કિન્નાખોરી રાખી બીપીનચંદ્રવાળા પાલિકા અધિકારીઓને બ્લેકમેઇલ કરે છે : પાલિકા પ્રમુખ

પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરમાંથી રોજ 100 ટન કચરો પાલિકા ઉઠાવે છે. જેના અમારી પાસે રોજે રોજના પુરાવા છે. કોઈ કારણસર અઠવાડિયામાં એકાદ કે બે દિવસ કચરાવાળો બીપીનચંદ્ર જગદીશવાલાના ઘરે ન જઇ શક્યો હોય તો અમે ક્ષમા યાચના કર્યે છે. બીપીનચંદ્ર ખોટી રીતે પાલિકામાં આવી ધરણાં કરે છે. રાજકીય કિન્નખોરી રાખી પાલિકાના અધિકારીઓને ખોટી રીતે બ્લેકમેઇલ કરે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud