પુત્રએ સર્ટીફીકેટ ડાઉનલોક કરતા સમગ્ર ઘટના સામે આવી
નર્મદા જિલ્લામાં કોરોના વેકસીનના લક્ષ્યાંકને પાર પાડવા અને કાગળ ઉપર ઉત્તમ કામગીરી બતાવવા માટે અગાઉ ઉઘરાવેલા આધારકાર્ડ ડેટાનો ઉપયોગ કરાયા હોવાની આશંકા
Watchgujarat. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વિરોધી વેકસીનની કામગીરી કરી રહ્યું છે. ત્યારે એક વૃદ્ધ દંપતીએ કોરોના વેકસીન લીધી ન હોવા છતાં એમનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે.
રાજપીપળાના માછીવાડમા રહેતા અને હરવા-ફરવામા અશક્ત એવા 71 વર્ષીય માછી રતનભાઈ અને તેમની 66 વર્ષીય પત્ની ભીખીબેને કોરોના વિરોધી રસી ન લીધી હોવા છતાં એમણે કોવિશિલ્ડ રસીકરણનો પ્રથમ ડોઝ તારીખ 26 માર્ચ 2021 ના રોજ લીધો હોવાના સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ થઈ જતા નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે.
જ્યારે વૃદ્ધ દંપતીનો પુત્ર દિનેશભાઈ રતનભાઈ માછીએ પોતે બે વખત કોરોના વેક્સીન લીધા બાદ પોતાનું સર્ટી ડાઉનલોડ કરવા ગયા હતા.તેઓ જ્યારે પોતાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ગયા તો તેમના માતા-પિતાનું પણ પ્રમાણપત્ર લાભાર્થી સંખ્યા સાથે ડાઉનલોડ થયું હતું.એમના માતા પિતાએ રસી ન લીધી હોવા છતાં સર્ટિફિકેટ જનરેટ થતા તેઓ અચંબો પામી ગયાં હતાં.
રાજપીપળા શહેરના માછીવાડ વિસ્તારની અન્ય એક મહિલાના ઘરે પણ કોરોના વેક્સીન ન ડોઝ લીધાં હોવા છતાં રસી મુકાઈ ગઈ હોવાનું સર્ટીફિકેટ ટપાલ મારફત આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.તો રસીનો પ્રથમ ડોઝ ન લીધો હોવા છતાં રાજપીપળા શહેરના ઘણા લોકોના મોબાઈલમાં રસીનો પ્રથમ ડોઝ લીધોહોવાનો મેસેજ આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.આવનારા દિવસોમા આવા બોગસ સર્ટીના કેટલા કિસ્સા બહાર આવે છે એ જોવું રહ્યું.