• દર્દીના કિંમતી ચીજવસ્તુઓની જાળવણીમાં સમરસ કોવિડ કેરનું તંત્ર ઉણું ઉતર્યું
  • સમરસ કોવિડ હોસ્પિટલમાં દાખલ રાહુલની સારવાર દરમિયાન મોત થયા બાદ લકી ચોરાઇ
  • ચોરી અંગે જાણ કરાતા તંત્રએ હાથ ઉંચા કર્યા
  • પરિવારજનોએ પોલીસને જાણ કરાતા તાત્કાલિક પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી

WatchGujarat. એસએસજી હોસ્પિટલ સંચાલિત સમરસ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીના હાથમાંથી ચાંદીની લકી ગાયબ થયાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાને પગલે દર્દીના કિંમતી ચીજવસ્તુઓની જાળવણીમાં સમરસ કોવિડ કેરનું તંત્ર ઉણું ઉતર્યું છે.

શહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તેવા સમયે સરકારી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે એસએસજી હોસ્પિટલ સંચાલિક સમરસ કોવિડ કેરમાં એક બેદરકારી ઉજાગર કરે તેવી ઘટના સામે આવી છે.

સમરસ કોવિડ હોસ્પિટલમાં 50 વર્ષીય રાહુલ રવિશંકર દુબે સારવાર લઇ રહ્યા હતા. આજે સવારે કોવિડ ક હોસ્પિટલમાંથી પરિજનનો ફોન પર રાહુલના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા હતા. પરિવારજનો કોવિડ હોસ્પિટલમાં પહોંચ્યા તો મૃતકના હાથમાં ચાંદીની આશરે 600 ગ્રામ વજનની લકી હતી. કોવિડ હોસ્પિટલના સ્ટાફ દ્વારા લકી કાઢી લેવા જણાવ્યું હતું. લકી વજનદાર હોવાને કારણે ખેંચીને કાઢવું શક્ત ન બનતા પરિવારજનો પક્કડની શોધમાં બહાર આવ્યા હતા.

મૃતકના પરિજને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા પિતાના હાથ પરની લકી કાઢવા માટે અને પક્કડ લઇને પહોંચ્યા ત્યારે તેમને બોડીબેગમાં મુકી દેવાયા હતા. બોડી બેડમાંથી તપાસ કરતા તેમની લકી ગાયબ હતી. આ અંગે તંત્રને જાણ કરાતા તેઓએ જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દીધા હતા. મારા પિતાના હાથમાંથી જબરદસ્તી લકી કાઢતી વખતે તેમના હાથ છોલાઇ ગયા હતા. લકી મારા પિતાજીની અંતિમ નિશાની છે. જોઇએ તેટલા પૈસા લઇ લો પરંતુ મને મારા પિતાની લકી લાવી આપો. પરિવારજનોએ સમરસ કોવિડ હોસ્પિટલમાં ચોરી થવા મામલે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસને જાણ કરાતા તાત્કાલિક પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખીય છે કે, સમગ્ર દેશ કોરોનાની કપરી પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. મહામારીના કાળમાં તમામ લોકો ત્રસ્ત બન્યા છે. હોસ્પિટલ તંત્ર પર કામનું ભારણ કમ્મર તોડી નાંખે તે હદે વધ્યું છે. તેવા સમયે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અને મૃત્યુ બાદ દર્દીઓને અવ્યવસ્થાના કિસ્સાઓ આવનારા સમયમાં વધશે તેવું મનાઇ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud