• ચૂંટણી ટાણે કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન શહેરને કોરોનાગ્રસ્તની યાદીમાં ઉપર લઈ જઈ શકે છે
  • ગતરોજ CM વિજય રૂપની કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્થાનિક નેતાઓમાં ફફડાટ
  • ચૂંટણી તંત્ર દ્વારા કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન અનેકોના જીવને જોખમમાં મૂકી શકે છે

WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અગામી તા.21 ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાવાની છે અને તા.23મી ફેબુ્રઆરીએ મતગણતરી થશે. ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે જરૃરી કામગીરીમાં એમ.એસ.યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને પણ ફરજ સોંપવામાં આવી છે.

ચૂંટણીલક્ષી કામગીરી માટે એમ.એસ.યુનિવર્સિટીના 1,200 કર્મચારીઓ માટે તાલીમ યોજવામાં આવી હતી. જેનું પહેલુ સત્ર તા.12 અને 13 ફેબ્રુઆરી દરમિયાન કારેલીબાગની એક શાળામાં યોજવામા આવ્યુ હતુ. અહી 1,500 ફુટના એક હોલમાં 350 કર્મચારીઓને બેસાડી દેવામાં આવ્યા હતા. બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના અધ્યક્ષ પ્રો.કે.વી.આર.મુર્થિએ મીડિયા સાથેની વાતમાં વ્યવસ્થા સામે વિરોધ પ્રગટ કરતા કહ્યું હતુ કે, સરકાર કોવિડ ગાઇડ લાઇનનુ કડક પાલન કરાવવા માટે એક સ્થળ ઉપર 50 થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં ચૂંટણી પંચ, ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ યોજાતી તાલીમમાં એક જ સ્થળે 350 થી વધુ લોકોને એકઠા કરવામાં આવ્યા હતા.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, આશ્ચર્યજનક બાબત એ હતી કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવા છતાં અહી સેનિટાઇઝર કે થર્મલ ગનની વ્યવસ્થા કરવામા આવી હતી. પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હતી. અમારી માગ છે કે 50 વર્ષથી મોટી ઉમરના કર્મચારીઓને, ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, કેન્સર, હૃદયરોગ, ફેંફસાને લગતા રોગ જેવી ગંભીર બિમારી હોય તેવા કર્મચારીઓને અને ગર્ભવતી મહિલા કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં ના આવે.

સરકાર માટે શિક્ષકો ‘સોફ્ટ ટાર્ગેટ’ : ફરિયાદ સાંભળનાર કોઇ નથી

બરોડા યુનિવર્સિટી ટિચર્સ એસોસિએશનના અધ્યક્ષ પ્રો.કે.વી.આર.મુર્થિએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે ‘ચૂંટણીલક્ષી તાલીમ’માં કોવિડ ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. છતા કોઇ પગલા લેવાતા નથી. કેમ કે આ તાલીમમાં શિક્ષકોને સામેલ કરવામાં આવ્યા છે. કોઇ પણ સરકારી કામગીરી હોય શિક્ષકોને જોતરી દેવામાં આવે છે. સરકાર માટે શિક્ષકો સોફ્ટ ટાર્ગેટ છે તેમની ફરિયાદ સાંભળનાર કોઇ નથી.

તાલીમ માટે 3 અઠવાડિયા પહેલા નોટિસ આપવાનો નિયમ છતાં 24 કલાક પહેલા નોટિસ અપાઇ

શિક્ષકો તેમની મૂળભૂત ફરજો બજાવી રહ્યા હોય છે એટલે આ પ્રકારની તાલીમ માટે 3 અઠવાડિયા પહેલા નોટિસ આપવાનો નિયમ છે છતાં તંત્ર દ્વારા 24 કલાક પહેલા જ નોટીસ આપવામાં આવી. તા.11 ફેબ્રુઆરીએ નોટિસ આપીને જાણ કરવામાં આવી કે તા. 12 મી ફેબ્રુઆરીએ તાલીમમાં જોડાવવુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud