• કોરોના વધતા સરકારે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી
  • એરપોર્ટમાં કામ કરતા અનેક લોકોને એક સાથે મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ આવતા મુશ્કેલી વધી
  • પાલીકાની કચેરીમાં કામ કરતા લોકોને અગાઉ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે

WatchGujarat. ચુંટણી બાદ વડોદરા સહિત રાજ્યના અનેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. જેને લઇને સરકારે તાકીદના પગલા લઇને યુદ્ધના ધોરણે કોરોના અટકાવવાની કામગીરી કરી હતી. તકેદારીના તમામ પગલા વચ્ચે વડોદરા એરપોર્ટ પર કામ કરતા 10 જેટલા કર્મીઓ કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 10 દિવસમાં વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવ્યો હતો. જેને લઇને રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો, કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન સહિતના નિયમો પ્રજા પર લાદી દેવામાં આવ્યા હતા. જો કે, ચુંટણી દરમિયાન નેતાઓ પર કોઇ કાર્યવાહી નહિ કરતા તંત્રએ પ્રજાપર નિયમો લાદતા ભારે વિરોધ થયો હતો. જેને લઇને ભારે વિરોધ પણ થયો હતો.

તમામ તકેદારીના પગલા વચ્ચે વડોદરા એરપોર્ટમાં કોરોના જેટ ગતિએ ઘુસ્યો છે. સુત્રના જણાવ્યા પ્રમાણે, ગતરોજ એરપોર્ટ પર કામ કરતા 10 જેટલા લોકોને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમાં ખુદ એરપોર્ટ ડાયરેક્ટર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. અને હાલ તેઓ સારવાર હેઠળ છે. એરપોર્ટ પર એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો. વડોદરામાં પાલીકાની કચેરીમાં કામ કરતા લોકોને અગાઉ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે.

કોરોના પર કાબુ મેળવવા માટે એક તરફ સરકાર દ્વારા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા કોરોનાની વેક્સીન આપવાની ગતિ તેજ કરી દેવામાં આવી છે. આમ, સરકારી તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે તમામ પ્રકારે પ્રયાકો શરૂ કરવામાં આવ્યા છે. લોકોએ જ્યાં સુધી કોરોના મુક્ત થવાય નહિ ત્યાં સુધી તકેદારીના પગલા અનુસરીને સરકારી તંત્રના કોરોના પર કાબુ મેળવવાના પ્રયાસોને વધુ મજબુત બનાવવા માટે પ્રયાસો કરવા જોઇએ.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud