• વડોદરામાં કોરોના રસી લેવા માટે 16400 હેલ્થ વર્કરને જ મંજૂરી અપાઇ
  • સુરત થઈને વડોદરા બુધવારે આવી પહોંચેલા કોવિશિલ્ડ વેક્સીનના જથ્થાને ઓપી રોડ ખાતે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ લવાયો
  • વેક્સીનને આવકારવા માટે શહેરના અગ્રણીઓ વેક્સીન ઇન્સ્ટીટ્યુટ ખાતે હાજર રહ્યા હતા

WatchGujarat. રાજ્યભરમાં તા.16મીથી રસીકરણ શરૂ કરાશે. વડોદરામાં કોરોના રસી લેવા માટે 16400 હેલ્થ વર્કરને જ મંજૂરી અપાઇ છે. રસીનો જથ્થો પૂણેથી નીકળીને બુધવારે બપોરે વડોદરા આવી પહોંચ્યો છે. સુરત  થઈને વડોદરા બુધવારે આવી પહોંચેલા  Covishield વેક્સીનના જથ્થાને ઓપી રોડ ખાતે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ લવાયો છે. અને  ત્યાંથી છાણી સહિતના સેન્ટર ખાતે મોકલવામાં આવશે.

રસીકરણ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અગાઉ 17,117 હેલ્થ વર્કરને રસી આપવાનું આયોજન હતું પણ ત્યારબાદ 717 જેટલા વહીવટી સ્ટાફ અને અધિકારીને આ પહેલા રાઉન્ડમાં રસી ન આપવાની સૂચના અપાઇ છે. જમનાબાઇ હોસ્પિટલ, કિશનવાડી અબર્ન હેલ્થ સેન્ટર, સત્યમ હોસ્પિટલ છાણી, સુકુન હોસ્પિટલ, એસએસજી, યમુના મિલ અર્બન હેલ્થ સેન્ટર, માણેજા અર્બન હેલ્થ સેન્ટર સેન્ટર, સ્ટર્લિંગ હોસ્પિટલ ઇલોરાપાર્ક, વડસરની બીએપીએસ હોસ્પિટલ ખાતે રસી અપાશે. શહેરના ઇસ્ટ ઝોનના 2 બાકીના ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં ૩-3 હોસ્પિટલ- અર્બન હેલ્થ સેન્ટરને નક્કી કરવામાં આવ્યા છે.

વડોદરામાં 320 વેકિસનેટરોની પસંદગી કરાઇ છે.જિલ્લામાં 495 વેકિસનેટરો કાર્યરત રહેશે. આ સેન્ટરો પૈકી એસ.એસ.જી, સ્ટર્લિંગ, બાપ્સ હોસ્પિટલ અને ટ્રાય કલર હોસ્પિટલમાં જ વીડિયો કોન્ફરન્સ સુવિધા છે.

દરેક સેન્ટર દીઠ 5 કર્મચારી ફાળવાશે

કોરોના રસી માટે દરેક સેન્ટર પાંચ કર્મચારીઓ ફાળવવામાં આવશે. એક વ્યક્તિને જે સંભવતઃ નર્સિંગ સ્ટાફ હશે. આ ઉપરાંત આ ઉપરાંત ચાર વ્યક્તિને વેક્સિનેશન ઓફિસર અને પોલીસ હોમગાર્ડ એન.એસ.એસ, એનસીસીના કેડેટ્સને પણ કામગીરી સોંપવામાં આવશે.

પતંગ બજારના ટ્રાફીકને ચીરીને ટ્રક વેક્સીન સેન્ટર પર પહોંચી

ઓપી રોડ પર આવેલા વેક્સીન ગ્રાઉન્ડ બહાર પતંગ બહાર લગાડવામાં આવ્યું છે. જેને કારણે પતંગ ખરીદનારાઓની ભારે ભીડ જોવા મળી હતી. પતંગ બહારના ટ્રાફીકને ચીરીને વેક્સીન સેન્ટર પહોંચી હતી. ટ્રાફીક મેનેજમેન્ટ માટે વેક્સીન વાન સ્થળ પર પહોંચે તે પહેલા પોલીસ વાન પેટ્રોલીંગ કરી રહી હતી.

વેક્સીન લઇ આવતા સ્પેશિયલ ટ્રક માટે ગ્રીન કોરીડોર બનાવાયો હતો

પુનાથી વેક્સીનને અલગ અલગ જગ્યાએ પહોંચાડવાની શરૂઆત ગતરોજ કરી દેવામાં આવી હતી. વડોદરા ખાતે દમણથી રસ્તા મારફતે જથ્થો આવી પહોંચ્યો હતો. વેક્સીનના પરિવહનમાં સરળતા રહે તે માટે સ્પેશિયલ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. બુધવારે બપોરે વેક્સીનનો જથ્થો ઓપી રોડ સ્થિત વેક્સીન ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud