• વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ડો. સમશેરસિંગને નિયુક્ત કરવામાં આવ્યા
  • શનિવારે મોડી સાંજે વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર ખાતે સિનિયર IPS આર. બી. બ્રહ્મભટ્ટને ‘GUARD OF HONOUR’ આપવામાં આવ્યું

 

WatchGujarat. વડોદરાના પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટની 1 જાન્યુઆરીના રોજ બદલી કરી દેવામાં આવી હતી. જેને પગલે શનિવારે શહેર પોલીસ હેડક્વાટર ખાતે ‘GUARD OF HONOUR’ આપીને ભવ્ય વિદાઇ આપવામાં આવી હતી. જેમાં વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટની તમામ શાખાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને ભાવપુર્ણ વિદાઇ આપવામાં આવી હતી.

1 જાન્યુઆરીના રોજ વડોદરાના પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. અને તેમની જગ્યાએ ડો. સમશેરસિંગને નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાંચ મહિનામાં બીજી ટ્રાસ્ફર મેળવીને આર. બી. બ્રહ્મભટ્ટને ગાંધીનગર ખાતે એડીજીપી તરીકે મુકવામાં આવ્યા છે. ટ્રાન્ફર થયા બાદ શનિવારે મોડી સાંજે વડોદરાના પ્રતાપનગર ખાતે આવેલા હેડ ક્વાટરમાં આર. બી. બ્રહ્મભટ્ટને ‘GUARD OF HONOUR’ આપવામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર આપતી વેળાએ વડોદરા પોલીસની તમામ શાખાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

‘GUARD OF HONOUR’ માં અશ્વદળ, પોલીસ બેન્ડ સહિતના વિભાગના કર્મીઓ હાજર હતા. આર. બી. બ્રહ્મભટ્ટની કારની આગળ અશ્વદળના સૈનિકો ચાલી રહ્યા હતા. તેમની કારને પોલીસ અધિકારીઓ દોરડા વડે ખેંચી રહ્યા હતા. આસપાસ પોલીસના કર્મીઓ શિસ્તબદ્ધ રીતે ચાલી રહ્યા હતા. આર. બી. બ્રહ્મભટ્ટના કારની પાછળ પોલીસની ગાડીઓનો કાફલો હતો. ગાર્ડ ઓફ ઓનર આપતી વેળાએ ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud