• કમલાનગર મંદિર સામે પાણીની લાઇન અંગેની કામગીરી હાલ ચાલી રહી છે
  • ક્રેઇને સિમેન્ટનો પાઇપ ઉંચકીને બીજે મુકે તે પહેલા જ ક્રેઇનનું બેલેન્સ ગયું
  • બેલેન્સ જતા ગાડી ચગદાઇ ગઇ અને ક્રેઇન રસ્તા પર આડી પડી ગઇ હતી
  • અગાઉ ઓપી રોડ પર ઓવર બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ પરથી લોખંડનો મજબુત સળીયો ગાડી પર પડ્યો હતો
  • લોકોની અવર જવર હોય તેવા રસ્તા પર ખુબ જ સાવચેતી પુર્વક કામગીરી કરવી જોઇએ

WatchGujarat. શહેરમાં ઠેર ઠેર રોડ, રસ્તા અને ગટર તથા પાણીની લાઇનની કામગીરી ચાલી રહી છે. આજવા રોડ પર પાણીની લાઇનની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં કોઇ જાન હાની થઇ ન હતી. ક્રેઇનનું બેલેન્સ જતા નજીક પડેલી મોંઘીદાટ કાર ચગદાઇ ગઇ હતી. ઘટનાને પગલે લોકટોળા સ્થળ પર એકત્ર થઇ ગયા હતા.

શહેરના આજવા રોડ પર કમલાનગર મહાદેવનું જાણીતું મંદિર આવેલું છે. કમલાનગર મંદિર સામે પાણીની લાઇન અંગેની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન મંગળવારે બપોરે ક્રેઇન દ્વારા મસમોટા સિમેન્ટના પાણીની લાઇનની પાઇપો ઉંચકીને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી હતી. ક્રેઇને સિમેન્ટનો પાઇપ ઉંચકીને બીજે મુકે તે પહેલા જ ક્રેઇનનું બેલેન્સ ગયું હતું. ક્રેઇનનું બેલેન્સ જતા સિમેન્ટનો પાઇપ તેની જગ્યાએ મુકાયો ન હતો. અને નજીકમાં આવેલી મોંઘીદાટ કાર પર જઇને પડ્યું હતું. જેને કારણે કારનો પાછળનો ભાગ ચગદાઇ ગયો હતો.

ક્રેઇનનું બેલેન્સ જતા જ ક્રેઇન પણ રસ્તા પર આડી પડી ગઇ હતી. અકસ્માતની ઘટનામાં જોરદાર અવાજ આવતા લોકો એકત્ર થઇ ગયા હતા. ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા જોવા મળ્યા હતા. બપોરે સર્જાયેલી ઘટનામાં મોડી રાત સુધી ક્રેઇન અને ચગદાયેલી કાર યથાસ્થિતી પડી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઠેર ઠેર બાંધકામની કામગીરી ચાલી રહી છે. અગાઉ ઓપી રોડ પર ઓવર બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ પરથી લોખંડનો મજબુત સળીયો ગાડી પર પડ્યો હતો. સદભાગ્યે કારમાં બેઠેલી વ્યક્તિનો કોઇ જાનહાની થઇ ન હતી. ત્યાર બાદ બીજી વખત અકસ્માતની ઘટના સામે આવી છે. લોકોની અવર જવર હોય તેવા રસ્તા પર ખુબ જ સાવચેતી પુર્વક કામગીરી કરવી જોઇએ. જો તેમ કરવામાં નહિ આવે તો ક્યાકેક કોઇ નિર્દોશના જીવનો જોખમ ઉભું થઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud