• દેહવેપારના ધંધામાં ધકેલવા માતા-પુત્રએ એક મહિના અગાઉ સગીરાનુ અપહરણ કર્યું હતુ.
  • અપહરણ કર્યા બાદ સંગમ ચાર રસ્તા પાસેની એક સોસાયાટીમાં સગીરાને ગોંધી રાખવામાં આવી હતી.
  • પિતાની ફરીયાદ મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણત્રીના સમયમાં સગીરાને શોધી કાઢી હતી.
સગીરાનુ અપહરણ કરનાર મહિલા

વડોદરા. પશ્ચિમ બંગાળના હબીબપુર વિસ્તારના દલ્લા (બજાર)માં રહેતા અસીમકુમાર અરબિંદ મલ્લિક ગત તા.  11 ઓક્ટોબરના રોજ ક્રાઇમ બ્રાન્ચ યુનટ-1ની ઓફિસ પર આવી પહોંચ્યા હતા. ત્યારે અસીમ કુમારે યુનિટ ઉપર હાજર પોલીસ કર્મીને જણાવ્યું હતુ કે, મારી 15 વર્ષની દીકરીને એક સ્ત્રી અને યુવક સાથે મળી દેહવેપારના ધંધા માટે અપહરણ કરી લઇ ગયા છે. જેની અંગે તેમણે હબીબપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તથા તેમની દીકરીનુ અપહરણ કરનાર બંને જણા વડોદરા ખાતે હોવાનુ પણ તેમણે જણાવ્યું હતુ.

અસીમકુમારે પોતાની સગીર વયની દિકરીના અપહરણ અંગેની વાત જણાવતા જ સગીરાને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા દેહવેપારના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓ તેમજ પુરૂષોની તપાસ હાથ ધરવામાં આવી હતી. સગીરાને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન સર્વેલન્સ પણ સક્રીય કરી કામે લગાડી દીધુ હતુ. તેમજ શહેરના વિવિધ સ્થળોએ વોચ ગોઠવી દેવામાં આવી હતી.

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સંગમ ચાર રસ્તા પાસેના તિલક પાર્કના મકાનમાં એક સગીરાને એક સ્ત્રી તેમજ એક છોકરાએ બળજબરીથી ગોંધી રાખી છે. જોકે આ બન્ને જણા પરપ્રાંતીય ભાષામાં વાત કરતા હોવાનુ પણ જાણવા મળ્યું હતુ. ક્રાઇમ બ્રાંન્ચની ટીમે બાતમીના આધારે તિલક પાર્કના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે મકાનમાંથી સગીરા અને તેનુ અપહરણ કરનાર યુવક અને એક મહિલા મળી આવી હતી. જેથી તેમની પુછપરછ કરતા સગીરાને હબીબપુરથી લઇ આવેલ હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યારબાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે ઝડતી દરમિયાન પકડાયેલ રાધા ભૂબન સરકાર અને તેના પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હબીબપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતની  જાણ કરી હતી.

બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડિસિપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સગીરાની રાધાના પુત્ર  સાથે મિત્રતા હતી. જેથી પુત્ર તેની માતા સાથે મળી એક મહિના પહેલા સગીરાનું ઘરેથી અપહરણ કરી તેને વડોદરા લઈ આવ્યો હતો. અને તિલક પાર્કના મકાનમાં ભાડેથી રહેતો હતો. સગીરાના પિતાએ જણાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સગીરાની શોધ કરી પશ્ચિમ બંગાળના હબીબપુર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !