• ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં શકમંદ તરીકે પોલીસ જવાનો બાબુ નિશાર શેખને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા
  • ગુનો કબૂલ કરાવવા માટે પોલીસ સ્ટાફે બાબુ શેખને ખુરશી સાથે બાંધીને પટ્ટા વડે માર મારતા તેનું મોત થયુ હતું.
  • ગુનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી
  • કસ્ટોડિયલ ડેથ કેસના તમામ આરોપી પોલીસ કર્મી હાલ જેલમાં છે

WatchGujarat. ફતેગંજ પોલીસ સ્ટેશનના ચકચારભર્યા શેખ બાબુ મર્ડર કેસમાં હજી  લાશ મળી આવી નથી.અને તપાસ ચાલુ છે.તેવા સંજોગોમાં આરોપીને જામીન પર નહી છોડવા માટે સરકાર તરફે થયેલી રજૂઆતો અને અન્ય પુરાવાઓ ગ્રાહ્ય રાખી અદાલતે આ ગુનામાં પકડાયેલા લોકરક્ષક જવાનની જામીન અરજી નામંજૂર કરી હતી.

10 ડિસેમ્બર, 19 ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં શકમંદ તરીકે પોલીસ જવાનો બાબુ નિશાર શેખને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. ગુનો કબૂલ કરાવવા માટે પોલીસ સ્ટાફે બાબુ શેખને ખુરશી સાથે બાંધીને પટ્ટા વડે માર મારતા તેનું મોત થયુ હતું. ત્યારબાદ પોલીસ જવાનોએ લાશને સગેવગે કરી દીધી હતી. જે લાશ સવા વર્ષ પછી પણ હજી મળી આવી નથી.

આ ગુનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. સી.આઇ.ડી.એ ગુનાની તપાસ દરમિયાન ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલી પી.આઇ.ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ, પી.એસ.આઇ.દશરથ માધાભાઇ રબારી તથા અન્ય પોલીસ સ્ટાફની ધરપકડ કરી હતી. તમામ આરોપી પોલીસ કર્મી હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. જે પૈકી લોકરક્ષક જવાન હિતેશ શંભુભાઇ બાંભણીયા (રહે,અલંકાર ટેનામેન્ટ,છાણી જકાતનાકા )ની પણ ધરપકડ કરવામાં આવી હતી.

હિતેશ બાંભણીયાએ જેલમાંથી બહાર આવવા માટે અદાલતમાં જામીન અરજી મૂકી હતી. જે મામલે સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપીએ સાક્ષીઓને ધમકાવી તેઓના નિવેદનો બદલવા માટે દબાણ કર્યુ હતું. જો જામીન મંજૂર કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે. આરોપીએ મરનારનું નિવેદન પોતાના હાથે લખ્યુ હતું. જે નિવેદન પોલીસ સ્ટેશનના રેકર્ડમાંથી ગુમ કરી દસ્તાવેજી પુરાવાનો નાશ કર્યો હતો. બનાવ સમયે ઉપયોગમાં લીધેલા મોબાઇલ ફોનનો પણ નાશ કર્યો હતો. ચાર પોલીસ કર્મચારીઓને અગાઉ આપેલા નિવેદનો બદલવા માટે દબાણ કર્યુ હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud