સાયબર માફિયાઓ લોકોને પોતાના જાળમાં ફસાવવા માટે અવનવી રીત-રસમ અજમાવતા હોય છે
અજાણ્યા નંબર પરથી આવતા ફોનકોલનો મહિલાએ જવાબ ન આપતા સાયબર ક્રિમીનલે WhatsApp પર લિંક મોકલી
સતર્કતાને કારણે હેકીંગના પ્રયાસને નિષ્ફળ બનાવાયો
WatchGujarat. અજાણ્યા વિદેશી નંબર પરથી આવતા ઇન્ટરનેટ કોલ્સ ક્યારેક ડિજીટલ ઇમરજન્સી સર્જી શકે છે. શહેરની એક મહિલાને કંઇક આવો જ અનુભવ થયો હતો. કોઇ પણ પરિચીત વ્યક્તિ નથી રહેતી તેવા નોર્થ અમેરીકાના લોયુલિસીયાના પ્રાંતમાંથી વોટ્સએપ કોલ આવતા હતા. મહિલાએ પ્રથમ ફોન કોલ્સની અવગણના કરી હતી. નંબર બ્લોક કર્યા બાદ પ્રાંતના અન્ય અજાણ્યા નંબર પરથી એક લિંક આવી હતી. લિંકની 360 ડિગ્રી તપાસ કરવામાં આવતા તેમાં ફોનની ગેલેરી સહિતના મહત્વના ડેટા હેક કરી લેવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
શહેરના જાણીતા સાયબર એક્સપર્ટ અને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર મયુર ભુસાવળકરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, શહેરની એક ખાનગી બેંક માં જોબ કરતી મહિલાને છેલ્લા પંદર દિવસથી નોર્થ અમેરિકાના લોયુલિસિયાના પ્રાંતના નંબર પરથી સતત મોબાઈલ ઉપર કોલ આવતા હતા. મહિલા ના કોઈ પણ સગા સંબંધીઓ કે મિત્રો ત્યાં ન હોવાને લીધે મહિલાએ તે નંબર પર કોઈ રિપ્લાય આપ્યો ન હતો અને ફોન કોલની અવગણના કરી હતી. એક સમય એવો આવ્યો કે એક જ દિવસ માં 5 કરતાં વધુ વખત ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ આવતા મહિલાએ નંબર બ્લોક કર્યો હતો.
જો કે આટલું થયા બાદ હેરાનગતિને સીલસીલો અટક્યો ન હતો. એક ઇન્ટરનેશનલ નંબર બ્લોક કર્યા બાદ 5 દિવસ પછી નોર્થ અમેરિકાના લોયુલિસિયાના પ્રાંતના અન્ય નંબર પરથી મહિલાને નોકરીના સમય દરમ્યાન 10 વાર WhatsApp એપ્લીકેશન પર ઓડિયો અને વિડિઓ કોલ આવ્યા હતા. અચાનક અજાણ્યા નંબર પરથી ફોન અને મેસેજનો મારો આવતા મહિલા સરર્ક બની હતી. અને સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મહિલાને અજાણ્યા નંબર પરથી WhatsApp પર એક લિંક મોકલવામાં આવી. એક્સપર્ટના માર્ગદર્શન અનુસાર મહિલાએ લિંકને ખોલી ન હતી. અને લિંકનું 360 ડિગ્રી એનાલીસીસ કરવામાં આવ્યું હતું.
અજાણી યુઆરએલ લિંકના 360 ડિગ્રી એનાલીસીસમાં હેકીંગનું કૌભાંડ સામે આવ્યું
મહિલાને નોર્થ અમેરિકાના લોયુલિસિયાના ખાતેના નંબર પરથી મોકલવામાં આવેલી લિંકનું શહેરના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે 360 ડિગ્રી એનાલીસીસ કર્યું હતું. એનાલીસીસમાં વાત બહાર આવી હતી કે, લિંકમાં APK ફાઇલ હતી. લિંક પર ક્લીક કરવાથી તે મોબાઇલ - ટેબલેટ ડિવાઇઝમાં ઇન્સ્ટોલ થઇ જાય છે. અને મોબાઇલમાં ગેલેરી તથા એપ્લીકેશનમાં રહેલા ડેટા હેક કરી નાંખે છે. હેકીંગ સફળતા પુર્વક કર્યા બાદ સાયબર માફિયાઓ દ્વારા તેમાંથી મુક્તિ આપવા માટે ખંડણી માંગવામાં આવે છે. પરંતુ મહિલાની સતર્કતાને પગલે તેઓ માફિયાની જાળમાં ફસાતા બચી ગયા હતા.
આ પ્રકારના હેકીંગથી કેવી રીતે બચી શકાય
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે આ પ્રકારની હેકીંગની ચાલાકીથી બચવાના ઉપાયો જણાવતા કહ્યું હતું કે, અજાણ્યા નંબર પરથી કોઇ પણ લિંક અથવાતો APK ફાઇલ આવે તો તેને મોબાઇલમાંથી ત્વરિત ડીલીટ કરી દેવી જોઇએ. નહિ તો સાયબર માફિયાની જાળમાં ફસાઇ જવાય છે. અજાણી લિંક સ્વિકારવાથી ફોન હેક થઇ શકે છે. અને તમારા મહત્વના ડેટા ત્રાહિત વ્યક્તિઓના હાથમાં જઇ શકે છે. મહિલાઓએ સોશિયલ મિડીયામાં પોતાના વ્યક્તિગન નંબર શેર કરવાથી બચવું જોઇએ.
(મયુર ભુસાવળકર સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર છે. તેઓ ગુજરાતના અગ્રણી સમાચાર પત્રમાં કોલમીસ્ટ છે અને સમયાંતરે સાંપ્રત વિષયો પર અનેક ન્યુઝ પેપર અને ચેનલમાં તેમનો એક્સપર્ટ વ્યુ આપતા હોય છે. સાયબર એક્સપર્ટનો ઇમેલ આઇડી - mayurnbh@gmail.com પર સંપર્ક કરી શકાય છે.)