શહેરના પોશ વિસ્તારમાં રહેતા પરિવારમાં કોરોના કાળમાં પુત્રવધુએ રંગ બતાવ્યો
ઝગડા અને કંકાસ કરી પુત્રવધુએ ધીરે ધીરે પરિવારજનોને ઘરમાંથી કાઢ્યા
વૃદ્ધાએ ન્યાય અપાવવા શી ટીમને અરજી આપી
WatchGujarat. કોરોના કાળમાં ઘરમાં એક સાથે પરિવારજનોએ મજબુરીવશ વધારે સમય રહેવાનું થયું હતું. જેમાં કેટલાક પરિવારોમાં અંદરોઅંદર સંબંધ મજબુત થયા તો કેટલાક પરિવરોમાં તીરાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. શહેરના હાઇ સોસાયટીના લોકો રહે છે તેવા વિસ્તારમાં કળિયુગી પુત્રવધુનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્ર વધુએ લકવાગ્રસ્ત સસરા, સાસુ, પતિ અને સગીર દીકરીને ઘરેથી કાઢી મૂકી મકાન પર કબજો કરી લીધો હતો. હાલ ભાડે રહેતાં વૃદ્ધાએ પુત્રવધૂ સામે શી ટીમમાં અરજી આપી હતી.
વૃદ્ધ મહિલાએ શી ટીમ સમક્ષ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે, તેમના પતિ લકવાગ્રસ્ત છે અને તેમની માલિકીનું મકાન ઇલોરાપાર્કમાં છે. તેમના પુત્રના લગ્ન થઇ ગયા છે અને તેને સંતાનમાં એક દીકરી છે. પુત્રના લગ્ન થતાં જ પુત્રવધૂએ ઘર કંકાસ સાથે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહિ તેણે પતિ સાથે ઝઘડા કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી.
કળિયુગી પુત્રવધૂ વારંવાર વૃદ્ધ દંપત્તિને ટોણા મારતી કે, તમે પુત્ર પર આશ્રિત છો અને મારા પતિના પૈસા પર જીવો છે. વારંવારના ટોણાથી ત્રસ્ત થયેલા દંપત્તિ પૈકી વૃદ્ધે રીયાર્ડમેન્ટ બાદ પણ નોકરી પુન: શરૂ કરી હતી. જો કે, ત્યાર બાદ પણ કળિયુગી પુત્રવધુનો ત્રાસ ચાલુ રહેતા દંપત્તિ અન્ય શહેરમાં રહેવા જતા રહ્યા હતા.
ઘરમાં પુત્રવધુની એટલી ધાક હતી કે તે અમને પુત્ર સાથે ફોન પર વાત પણ કરવા દેતી ન હતી. કજીયા વચ્ચે માનસિક રીતે પડી ભાંગલા વૃદ્ધ પતિને લકવાનો હુમલો આવ્યો હતો. અને અમે પુત્રના ઘરે રહેવા માટે ગયા હતા. જો કે, થોડા દિવસોમાં જ પુત્રવધૂએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. હવે તેણે તેના પતિ સાથે પણ ઝઘડા શરૂ કર્યા હતા. અને તેને પણ ઘરેથી કાઢી મૂક્યા બાદ પુત્રવધૂએ સગીર દીકરીને પણ પતિને આપી દીધી હતી. અને ઘર પર કબજો જમાવી દીધો હતો. વૃદ્ધાએ ન્યાય અપાવવા શી ટીમને અરજી આપી છે.
પતિએ મકાન ભાડે રાખ્યાની જાણ થતા જ પત્નિ પુત્રીને મુકી ગઇ
પત્ની ખૂબ જ ઝઘડા કરતી હોવાથી પતિ ભાડે મકાન રાખીને અલગ રહેવા લાગ્યો હતો. થોડા દિવસ બાદ પુત્રવધૂ તેની સગીર દીકરીને પતિના ઘરે મુકી ગઇ હતી. આખરે વૃદ્ધ દંપતી પુત્ર અને પૌત્રી સાથે વડોદરા રહેવા આવ્યા હતા. હાલ ભાડાના મકાનમાં રહે છે. આમ, લગ્નજીવનમાં એક સંતાન બાદ અને લગ્નને અનેક વર્ષો વિતી ગયા બાદ મહિલાના ત્રાસને પગલે ધીરે ધીરે કરીને પરિવાર વિખેરાઇ ગયો હતો. સમગ્ર મામલે પરિવારજનોએ શી ટીમની મદદ માંગી છે. ઘર કંકાસના સહિતના પારિવારીક કિસ્સાઓમાં શી ટીમની કામગીરી બિરદાવવાને લાયક હોય છે.