• મુખ્યમંત્રીના આદેશને ગણતરીના કલાકોમાં ઘોળીને પી ગયા
  • બુધવારે સોશિયલ મિડીયામાં વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલ આંબેડકર ચોક પાસે કાર્યકર્તાઓની હાજરીમાં કેક કાપી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ
  • સામાન્ય નાગરીકો સામે કોવિડ ગાઇડલાઇનના પાલનને લઇ કડક વલણ અપનાવતી પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું

Watchgujarat. રાજ્યના તમામ શહેરોમાં કોરોનાનો કહેર બેકાબુ થતા મુખ્યમંત્રીએ જાહેર ઉજવણી પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. જો કે, મુખ્યમંત્રીની જાહેરાતના 48 કલાક પહેલા જ ભાજપાના જિલ્લા પ્રમુખ અશ્વીન પટેલ દ્વારા જાહેરમાં કાર્યકરોને સાથે રાખીને આંબેડકર જયંતિની ઊજવણી કરી હતી. હવે જ્યારે સત્તાપક્ષના લોકો જ મુખ્યમંત્રીની જાહેરાતનું ઉલ્લંઘન કરે તેવા કિસ્સામાં પાર્ટી તથા વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.

તાજેતરમાં રાજ્યમાં પાલિકા અને પંચાયતની ચુંટણી યોજાઇ હતી. ત્યાર બાદથી કોરોનાની સ્થિતી સતત બેકાબુ બની રહી છે. હવે સ્થિતી એ હદે વણસી રહી છે કે, ખુદ મુખ્યમંત્રી દ્વારા જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને હજી 48 કલાક નથી થયા ત્યાં તો વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વીન પટેલનો આંબેડકર જયંતિના દિવસે કેક કાપતો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. જેને પગલે રાજકીય વિવિદ થાય તેવા એંધાણ જણાઇ રહ્યા છે.

બુધવારે સોશિયલ મિડીયામાં વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલ આંબેડકર ચોક પાસે કાર્યકર્તાઓની હાજરીમાં કેક કાપી રહ્યા છે. કેક કાપ્યા પછી એક પછી એક લોકોને કેક ખવડાવી મોઢું મીઠું કરાવવમાં આવી રહ્યું છે. એક પછી એક લોકો માસ્ક કાઢીને બર્થડેની કેક ખાઇ રહ્યા છે. કોરોના ગાઇડલાઇન અને હાલની સ્થિતીથી એકદમ નિશ્ચિંત બનીને જાણે ઉજવણીમાં તમામ લોકો ખોવાઇ ગયા હોવાનું વાયરલ વિડીયો પરથી જોવા મળે છે. સામાન્ય નાગરીક જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરે તે તેની સામે દંડ વસુલવાથી લઇને તેની સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી થતી હોય છે. તેવા સમયે હવે સત્તાપક્ષ વડોદરા ભાજપાના જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ અને તેની સાથે વિડીયોમાં જોવા મળતા લોકો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોરોનાના નિયમો માત્ર સામાન્ય નાગરીકો માટે છે. અને રાજકીય અગ્રણીઓ તેનાથી પર છે. અને રાજકીય આગેવાનોની હાજરી હોય તેવા પ્રસંગોમાં જો કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવે તો મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud