રાજ્યમાં કોરોનાની સુનામીને પગલે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થઇ રહ્યો છે
સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારના એક સભ્યને કોરોના પોઝીટીવ આવતા અન્યને સંક્રમણ વધવાનુ ભય રહે છે
કોરોનાના દર્દીઓ માટે જિલ્લામાં પ્રથમ વખત પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા
પ્રથમ તબક્કે દશરથ પ્રાથમિક શાળામાં 20 બેડની સુવિધા તૈયાર કરાઇ
વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતના સભ્ય અને પક્ષના નેતા યોગેન્દ્ર બારોટ દ્વારા લોકઉપયોગી સુવિધા શરૂ કરવામાં આવી
WatchGujarat. વડોદરા શહેરમાં કોરોનાના ઓછા લક્ષણો ધરાવતા લોકોને રહેવા માટે ખાનગી અને સેવાકીય સંસ્થા અથવા તો સાંસદ અને ધારાસભ્ય દ્વારા જરૂરી સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની સુવિધાના અભાવે કોરોના પોઝીટીવ દર્દીના પરિજનો કફોડી સ્થિતીમાં મુકાતા હતા. તેવા સમયે તાલુકા પંચાયતના નેતાએ લોકોની અગવડ દુર કરવા માટે પ્રાથમીક શાળામાં જ આઇસોલેશન સેન્ટર શરૂ કરી દીધું છે.
વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. સુનામીમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેને પગલે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, જીવન રક્ષક દવાઓ સહિતની અછત સામે આવી રહી છે. દિવસેને દિવસે કોરોનાની સ્થિતી શહેર અને જિલ્લામાં વધારે કપરી થતી જાય છે. તેવા સમયે સંયુક્ત પરિવારમાં રહેતા વ્યક્તિને જો કોઇ એક વ્યક્તિને કોરોના આવી જાય તો સમગ્ર પરિજનો ચિંતામાં સમય પસાર કરતા હતા.
શહેરમાં આ પ્રકારની સ્થિતીમાં રહેતા વ્યક્તિ માટે સાંસદ અને ધારાસભ્ય દ્વારા આઇશોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આ અંગે કોઇ સુવિધા ન હોવાથી સંયુક્ત પરિવારમાં રહેતા એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતા અન્ય લોકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે પરિજનો ચિંતીત રહેતા હતા.
લોકોની સમસ્યાને ધ્યાને રાખીને પ્રાથમિક શાળામાં આઇસોલેશ સેન્ટર શરૂ કરાયું - યોગેન્દ્ર બારોટ
વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતના સભ્ય અને પક્ષના નેતા યોગેન્દ્ર બારોટ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી છે. યોગેન્દ્ર બારોટ દ્વારા દશરથ પ્રાથમિક શાળા ખાતે આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સંયુક્ત કુટુંબમાં રહેતા કોઇ વ્યક્તિને ઓછા લક્ષણો સાથે કોરોના આવે તો તેઓ આઇસેલોશન સેન્ટરમાં રહી ક્વોરન્ટાઇનનો સમયગાળો પસાર કરી શકે છે. સમગ્ર તૈયારીઓ અંગે યોગેન્દ્ર બારોટે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં સંયુક્ત પરિવારમાં રહેતા લોકોને લાંબા સમયથી તકલીફ પડી રહી છે. વાત ધ્યાને આવતા, પ્રાથમિક શાળામાં આઇસેલોશનની સુવિધા તૈયાર કરવાનો વિચાર આવ્યો અને તેને અમલમાં મુકી દીધો હતો.
આઇસોલેશન સેન્ટરમાં આવતા લોકોના મેડીકલ ચેકઅપની સુવિધા
વધુમાં યોગેન્દ્ર બારોટે ઉમેર્યું હતું કે, હાલ દશરથ પ્રાથમિક શાળામાં 20 બેડની સુવિધા તૈયાર કરવામાં આવી છે. જરૂર પડ્યે અહિંયાની સુવિધામાં વધારો કરીને 100 બેડ સુધી કરી શકાશે તેવી તૈયારીઓ છે. અહિંયા આઇસોલેશન માટે આવતા દર્દીઓને મફતમાં ચા, નાસ્તા અને જમવાની સુવિધા કરવામાં આવશે.એટલું જ નહિ આઇસોલેશન સેન્ટરમાં આવતા લોકોના મેડીકલ ચેકઅપની સુવિધા પણ કરવામાં આવી છે. સોખડા પીએસચી ખાસેથી મેડીકલ સ્ટાફ દર્દીઓનું ચેકીંગ કરવા આવશે.