• તમામ પાર્ટીઓમાં ટિકિટ મામલે કકળાટ છેલ્લા દિવસ સુધી જારી
  • BJP થી તરછોડાયેલાની લાગણી અનુભવતા કાર્યકરના પત્નીએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું
  • વર્ષો સુધી જાત ઘસી નાખ્યા બાદ પણ BJP તરફથી ટિકિટ મામલે અવગણના થતા કાર્યકરનાં આંસુ સરી પડ્યા

WatchGujarat. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભાજપના પીઢ કાર્યકરની ટિકિટ કાપી કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરને ટિકિટ આપી દેવાતાં તેઓ આજે જાહેરમાં રડી પડયા હતા. BJP હોય કે CONGRESS તમામે કર્મઠ કાર્યકરોની અવગણના કરીને મનફાવે તેમ ટિકિટ વહેંચણી કરી દીધી છે. જેના પરથી અનુમાન લગાડી શકાય કે, ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરતુ મોવડી મંડળ જમીની હકીકતથી દૂર છે. પાર્ટીના કર્મઠ અને મહેનતુ ઉમેદવારોની અવગણના જીત અપાવે છે કે હાર તે આવનાર સમય જ કહેશે.

શિનોર તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ ગોકળભાઇ પટેલે આંખમાં આંસુ સાથે તેમના પત્ની સ્મિતાબેનનું અપક્ષ ઉમેદવાર તરીકે શિનોર જિલ્લા પંચાયત બેઠક પરથી ફોર્મ ભરાવ્યું હતું.

ભાજપના આગેવાને કહ્યું હતું કે, 35વર્ષથી પક્ષ માટે જાત ઘસી નાંખી છે.અહીં કોઇ પક્ષનો ઝંડો પકડવા તૈયાર નહતું. આજે જ્યારે ટિકિટ માંગી છે ત્યારે બે મહિના પહેલાં કોંગ્રેસમાંથી આવેલા (કોંગ્રેસ છોડી ધારાસભ્ય બનેલા અક્ષય પટેલના ટેકેદાર ભાવના વિકાસ પટેલ)ને ટિકિટ આપી દેવાઇ છે. જેથી યુવાનો મારી સાથે છે અને પક્ષને તેનું પરિણામ મળી જશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud