પાલિકાની ચુંટણી કરતા પંચાયતની ચુંટણીમાં મતદારોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો
સવારે સિમલીયા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશ્વિન કુમાર છીતાભાઇ પટેલે તેમના પત્ની સાથે મતદાન કર્યું
જિલ્લાના 880 બિલ્ડીંગમાં 1,180 મતદાન મથકમાં ચૂંટણી યોજાઇ રહી છે.
દિવ્યાંગો માટે મતદાન મથકો ખાતે 140 જેટલી વ્હીલ ચેર અને તેટલા જ સ્વયં સેવકો મુકવામાં આવ્યા
WatchGujarat. વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની 290 બેઠકો માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. જેમાં 11 વાગ્યા સુધી માં 17.82 ટકા જેટલુ મતદાન થયું છે. કુલ 10.56 લાખ મતદારો 770 મતદારોનું ભાવિ નક્કી કરશે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. દાહોદ, પંચમહાલ, મહીસાગર અને નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે.
વહેલી સવારથી જ મતદાતાઓમાં મતદાનને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે સિમલીયા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશ્વિન કુમાર છીતાભાઇ પટેલે તેમના પત્ની સાથે મતદાન કર્યું હતું. વહેલી સવાલે મતદાન કરીને તેઓએ અન્ય વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જીલ્લા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને ટાઉન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના 880 બિલ્ડીંગમાં 1,180 મતદાન મથકમાં ચૂંટણી યોજાઇ રહી છે. જેના માટે 4 ડીવાયએસપી, તથા 10થી વધુ પીઆઇ અને પીએસઆઇ તથા 700 પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીના 125 જવાનો તથા જીઆરડીના 1,804 જવાનો તથા અન્ય શહેરો અને જીલ્લામાંથી 678 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લા ચુંટણી અધિકારીની મતદાન પ્રક્રિયા પર સઘન દેખરેખ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે ચૂંટણી સમયે મતદાનના દિવસે કલેકટર કચેરીના ધારાસભા હોલમાં ઉપકરણોથી સુસજ્જ નિયંત્રણ કક્ષ શરૂ કરવાની પરંપરા સ્થાપી છે. આજે વહેલી સવારથી નિયંત્રણ કક્ષની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તથા વિવિધ તાલુકા અને નગરપાલિકાઓ સાથે સંકલન કરી પ્રત્યેક સ્થળે મતદાન સમયસર શરૂ થવાની ખાત્રી કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેકટર અને અધિકારીઓએ તેની કામગીરી સંભાળી લીધી હતી.
પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ મતદારોનું મતદાન સરળ બનાવવાની વિશેષ વ્યવસ્થા
સુગમ્ય ચૂંટણીઓના સૂત્રને સાકાર કરવા જ્યાં દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે તેવા મતદાન મથકો ખાતે 140 જેટલી વ્હીલ ચેર અને તેટલા જ સ્વયં સેવકો મુકવામાં આવ્યા છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ જણાવ્યું કે, આ સ્વયં સેવકોએ મતદાનના પ્રારંભથી જ જરૂરિયાતમંદ મતદારોનું મતદાન સરળ બનાવવા વિવિધ રીતે સહાયક બનવાની સેવા શરૂ કરી દીધી છે.તેઓ દિવ્યાંગ મતદારો ઉપરાંત વડીલો, સગર્ભા મહિલાઓને જરૂરી સહાયતા કરે છે. જરૂરિયાત વાળાને હાથ સાહીને અથવા વ્હીલ ચેરમાં મતદાન મથક સુધી લઈ જાય છે અને આવા મતદારોને નિયમ પ્રમાણે મતદાન કરવાની અગ્રતા મળે તેની કાળજી લઈ રહ્યાં છે.
મતદાન મથકે મતદારો અને કર્મચારીઓને કોવિડથી સુરક્ષિત રાખવા વિવિધ પ્રબંધો કરવામાં આવ્યાં
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને કોવિડ સામે બચાવની વિવિધ સુરક્ષા તકેદારીઓ અનુસરીને મતદાન કરાવવામાં આવી રહ્યું છે. મતદાન મથકે આવતા મતદારોના શારીરિક તાપમાન ની આશા અને આંગણવાડી કાર્યકરોની મદદ થી થર્મલ ગન થી તપાસ કરાવવાની સાથે તેમના હાથ સેનીટાઇઝ કરાવવામાં આવે છે. જે હાથની આંગળી વડે મતદાર ઇવીએમની ચાંપ દબાવવાના છે એ હાથ પર પહેરવા માટે એક પોલીથીનનું હાથમોજુ આપવામાં આવી રહ્યું છે.
મતદાન કર્મચારીઓને પણ ચેપમુક્ત રાખવાની તકેદારી રૂપે બંને હાથના મોજાં અને સેનેટાઇઝર આપવામાં આવ્યા છે.આ ઉપરાંત ફેસ શિલ્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ મતદાન મથકે કોવિડ પોઝિટિવ દર્દી અને તેમના કલોઝ કોન્ટેક્ટ ના મતદારો મતદાન કરવા આવે તેવી શક્યતા હોય તો મતદાન કર્મચારીઓ માટે પી.પી.ઇ. કીટની વ્યવસ્થા જિલ્લા આરોગ્ય તંત્રે કરી છે.