પાવીજેતપુર જિલ્લા પંચાયતની સજવા બેઠક પરથી જયંતી રાઠવાના પત્ની રાધાબેન રાઠવાનો વિજય થયો હતો
વિજય સરઘસ દરમિયાન પૂર્વ ધારાસભ્યએ જાહેરમાં અશ્લિલ ઇશારાઓ કરતો વિડિયો વાઈરલ થયો
પૂર્વ ધારાસભ્યનો વિડિયો વાઈરલ થતાં જાહેરમાં ખુલ્લા પડ્યા
WatchGujarat. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્નીની જીતની ખુશીમાં જાહેરમાં અશ્લિલ ઇશારાઓ કરતા જોવા મળ્યા હતા. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જગાવી મુકી છે.
https://youtu.be/d5fD9Pddlzk
સરઘસ દરમિયાન જયંતી રાઠવાએ બે વખત અશ્લિલ ઇશારાઓ કર્યાં
પાવીજેતપુર જિલ્લા પંચાયતની સજવા બેઠક પરથી પાવીજેતપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્ની રાધાબેન રાઠવાનો વિજય થયો હતો. મંગળવારે જાહેર થયેલા પરિણામ બાદ ભાજપના ઉમેદવાર રાધાબેન રાઠવાની જીતની ખુશીમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસ દરમિયાન જયંતી રાઠવાએ જાહેરમાં એક નહિ પરંતુ બે વખત અશ્લિલ ઇશારાઓ કર્યાં હતા. જેનો ત્યાં હાજર લોકોએ વિડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.
જીતની ખુશીમાં પૂર્વ ધારાસભ્ય ભાન ભૂલી ગયા
નગરપાલિકા, તાલુકા અને પંચાયતના પરિણામના દિવસે પત્નીની જીતની ખુશીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવા ભાન ભૂલી ગયા હતા અને બેફામ બનીને સત્તાના નશામાં અશ્લિલ ઇશારાઓ કરતા જોવા મળ્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્યનો આ વિડિયો વાઈરલ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.