WatchGujarat. વડોદરા જિલ્લાની ડભોઇ પાદરા અને સાવલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવ્યા બાદ આજે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ડભોઇ નગરપાલિકા પ્રમુખ તરીકે કાજલબેન દુલાણી, ઉપપ્રમુખ મિતેશ પટેલ કારોબારી ચેરમેન વિશાલ શાહ પક્ષના નેતા બિરેન શાહ અને દંડક મનોજ પટેલ નિયુક્તિ કરવામાં આવી છે.
પાદરા નગરપાલિકા પ્રમુખ મયુરધ્વજ સિંહ ઝાલા, ઉપપ્રમુખ દેવ્યાનીબહેન પટેલ, કારોબારી ચેરમેન નયનકુમાર ભાવસાર, પક્ષના નેતા તેજસભાઈ ગોહિલ અને દંડક સેજલબેન શાહ નિયુક્તિ કરી છે. સાવલી નગરપાલિકા પ્રમુખ તરીકે હેતલબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે દક્ષેશ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ વિપુલ શાહ, પક્ષના નેતા દર્શિતા બેન રાણા અને દંડક રણજીત વણઝારાની નિયુક્તિ કરવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ નામોની યાદી આ અંગે મેન્ડેટ આપ્યો હતો અને તે પ્રમાણે સભ્યોએ તેઓને મત આપી જીતાડ્યા હતા. ત્યારે હોદ્દો નહિ મેળવનારા કાર્યકર્તાઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો. મહા મહેનતે ચુંટણી જીતાડનારા અનેક લોકોને હોદ્દે મળશે તેવી આશા હતી. અને તે અંગે અનેક તર્ક વિતર્ક પણ લગાડવામાં આવતા હતા. જો કે મંગળવારે હોદ્દેદારોની નિમણુંક બાદ અનેકની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.