• દહેજમાં તારા પિતાએ કશું આપ્યુ નથી તેમ કહી ટોણા મારતો
  • પૈસા લેવા માટે માનસીક અને શારિરીક ત્રાસ આપતા પતિથી ત્રસ્ત પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

WatchGujarat. બાપોદ વિસ્તારમાં પતિંએ બીમારીની સારવાર માટે નાણાંની જરૂરિયાત હોવાનું કહીને પત્ની પાસે દહેજ પેટે રૂપિયા બે લાખની માંગ કરી હતી. અને પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. સમગ્ર મામલે પત્નીએ તેના પતિ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગ્નના બે વર્ષ બાદ મારા પતિએ મને સિકલસેલની બીમારી હોવાથી સારવાર માટે પૈસા માંગતો

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી રશ્મીબેન (નામ બદલ્યું છે)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા પ્રહલાદભાઈ પરમાર(રહે-કૃષ્ણનગર, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક દિકરાનો જન્મ થયો હતો. બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં રશ્મીબેને જણાવ્યું હતું કે, લગ્નના બે વર્ષ બાદ મારા પતિએ મને સિકલસેલની બીમારી હોવાથી તારી સાથે પૈસા માટે લગ્ન કર્યાં છે અને તારા પિતાએ દહેજમાં કશું આપ્યું નથી તેમ કહ્યું હતું. તેમ જણાવી રોકડા રૂપિયા બે લાખની માંગ કરી હતી અને જો રૂપિયા નહીં લાવે તો શાંતિથી રહેવા નહીં દઉં તેમ કહી અવાર નવાર મારઝુડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.

માનસિક અને શારિરીક ત્રાસથી કંટાળેલી પત્નીએ કરી પોલીસ ફરિયાદ

પતિના સતત માનસિક અને શારિરીક ત્રાસના કારણે પત્નીએ કંટાળી ગઈ હતી. જેથી પત્નીએ તેના પતિ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે પ્રહલાદ પરમાર વિરુદ્ધ દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud