“મને ગુજરાતી નથી ખબર પડતી” પ્રિન્સિપાલ દિવ્યાંગ પટેલના ઉડાઉ જવાબથી વાલીઓ અકળાયા.
વાલીઓની લેખિત રજૂઆત લેવા પણ પ્રિન્સિપાલ તૈયાર ના થયા.
વડોદરા. સેવાસી સ્થિત અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવતાં વાલીઓ આજરોજ લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જોકે, પ્રિન્સિપાલે વાલીઓને મળવાની અને લેખિત રજૂઆત સ્વિકારવાની આનાકાની કરતાં હોબાળો મચ્યો હતો.
સરકાર અને હાઈકોર્ટના સૂચનો છતાં ખાનગી શાળા સંચાલકો નસ્વીવલણ દાખવતાં હોય છે. સેવાસી ખાતે આવેલી અક્ષર પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા ગત શુક્રવાર અને શનિવારના રોજ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું હતું. શાળા સંચાલકોના મનસ્વી વલણના વિરોધમાં વાલીઓ આજરોજ લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જેમાં હાઈકોર્ટ અને સરકારના આદેશોનું સ્કૂલ સંચાલકો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે, ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની બાબતને વખોડી કાઢવામાં આવી હતી. તેમજ સત્વરે ઓનલાઈન શિક્ષણ ચાલુ નહીં કરાય તો સ્કૂલના વિરોધમાં જે તે વિભાગમાં લેખિત ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
વાલી ગોવિંદ શાહે www.watchgujarat.com ને જણાવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ બંધ કરવા અંગે કેટલાંક વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતાં. જોકે, પ્રિન્સિપાલે મળવાની કે જવાબ આપવાની ના પાડી દીધી હતી. વાલીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને મોસ્ક પહેરીને રજૂઆત કરવા માંગતા હતાં. છતાં પ્રિન્સિપાલ ઓફિસથી બહાર આવવાં કે વાલીઓને ઓફિસની અંદર આવવા દેવા તૈયાર થયા નહોતાં. તેથી આખરે ત્રણેક વાલીઓ સ્કૂલમાં ઘુસી ગયા હતાં. જેમાં બૂમાબૂમ થઈ હતી.
વધુમાં ઉમેર્યું કે, એક તબક્કે વાલીઓએ ટ્રસ્ટીઓ સાથે મળવાની વાત કરી તો એનો પણ પ્રિન્સિપાલે યોગ્ય જવાબ આપ્યો નહોતો. વાલીઓએ જ્યારે પ્રિન્સિપાલને લેખિત રજૂઆત સુપરત કરી તો, એ સ્વિકારવાની પણ તેમણે આનાકાની કરી હતી. તેમજ ગુજરાતીમાં લખેલી રજૂઆત અંગે “મને ગુજરાતી નથી ખબર પડતી” એવો ઉડાઉ જવાબ આપી પ્રિન્સિપાલે પત્ર સ્વિકાર્યો નહોતો. આ મુદ્દે પણ ભારે હોબાળો મચ્યો હતો.
વધુમાં જણાવ્યું કે, શાળાના ટ્રસ્ટી કેતન પટેલ અને જયસ્વાલ મેડમને મળવા વાલીઓ બુધવારે સવારે જવાના છે. અને સમગ્ર બનાવ તેઓને રજૂઆત કરવામાં આવશે.