ગોત્રી વિસ્તારમાં રહેતા અતુલ ઠાકોરની શનિવારે રાત્રે સેવાસી તળાવ પાસેની ઝાડીઓમાંથી અતુલ ઠાકોરનો મૃતદેહ મળ્યો હતો
તાલુકા પોલીસે વિવિધ પાસાઓની તપાસ કરતા ચોંકવનારી વિગતો સામે આવી
અતુલના બે મિત્રોએ પૂર્વઆયોજીત કાવતરૂ રચી તેની હત્યા કરી લાશ ઝાડીઓમાં ફેંકી દીધી હતી
અતુલની પત્ની સાથે સચીનને પ્રેમસંબંધ હોવાથી તેનો કાંટો કાઢવા હત્યાનો પ્લાન ઘડ્યો હતો
WatchGujarat. શહેર નજીક આવેલા સેવાસી ગામની સીમમાંથી ગત શનિવારે રાત્રે યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ મામલે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી અતુલના હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે બે લોકોની ઘરપકડ કરતા હત્યા પાછળનુ ચોંકવાનારૂ કારણ જાણવા મળ્યું હતુ.
આ બનાવની વિગત એવી છે કે, ગોત્રી વિસ્તારના ઘરમપુરા ગામ ખાતે રહેતો અતુલ ઠાકોર ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો. અતુલ તેની પત્ની બાળક અને માતા-પિતા સાથે રહેતો હતો. અતુલની પત્ની રિધ્ધીના તેના જ ગામમાં રહેતા સચીન મોરી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. અતુલ અને સચીન બન્ને મિત્રો હોય જેથી સચીન રિધ્ધીને પામવા માટે આતુર હતો. પરંતુ અતુલ અડચણરૂપ બનતા સચીને ગામમાં રહેતા મિત્ર સાગર પરમાર સાથે મળી તેની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.
સચીનના પ્લાન મૂજબ અતુલને શનિવારે બપોરે તેની કાર લઇ ફરવા માટે બોલાવવામાં આવ્યો હતો. જે સ્થળેથી અતુલનો મૃતદેહ મળ્યો તે ઝાડીઓમાં અગાઉથી જ સચીન અને સાગરે લોખંડી પાઇપ જેવા હથિયારો મુકી રાખ્યાં હતા. પ્લાન મૂજબ અતુલને તે સ્થળે લઇ આવી બળજબરી પૂર્વક કારમાંથી બહાર કાઢી લોખંડની પાઇપ વડે હુમલો કરી હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ અતુલના મૃતદેહને સંતાડવા માટે નજીકની ઝાડીઓમાં લાશ ફેંકી કાર અને સોનાના દાગીના લૂંટી લઇ સચીન અને સાગર ફરાર થઇ ગયા હતા.
અતુલની હત્યા લૂંટમાં તબદીલ કરવા માટે તેના સોનાના દાગીના તેમજ કાર ગાયબ કરી દેવામાં આવી હતી. પરંતુ વિવિધ પાસાઓ ઉપર તપાસ કરી રહેલા તાલુકા પોલીસને તપાસ દરમિયાન મૃતક અતુલની પત્ની અને સચીનના પ્રેમસંબંધો અંગેની જાણ થઇ હતી. જેથી પોલીસે સચીનની અયકાયત કરી તેની કડકાઇથી પુછપરછ કરતા તેને વટાણા વેરી દેતા પોલીસને જણાવ્યું કે, અતુલની પત્ની રિધ્ધી સાથે તેના પ્રેસબંધો હોવાથી તે તેણીને પામવા માગતા હતો. પરંતુ અતુલ અડચણરૂપ હતો જેથી તેનો કાંટો કાઢી નાખવા સાગર પરમાર સાથે હત્યા કરી નાખી હતી.
આમ, તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં અતુલ ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલી તેની હત્યા કરનાર તેના જ બે મિત્રો સચીન મોરી અને સાગર પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.