• આઠ વર્ષ બાદ સંબંધ કાપી નાંખ્યા, ત્યાર બાદ પણ પ્રેમીનું દબાણ ચાલુ રહેતું
  • લગ્ન કરવામાં કરવામાં આવતા ત્રાસથી કંટાળીને યુવતિએ પોલીસ ફરિયાદ કરી


WatchGujarat. આઠ વર્ષના પ્રેમ સંબંધ બાદ યુવતીએ યુવક સાથે સંબંધ કાપી નાંખ્યો હતો. દોઢ વર્ષથી કોઇ પણ સંબંધ ન રાખ્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરતાં રોષે ભરાયેલા યુવકે પુર્વ પ્રેમિકાને મરી જવાની ધમકી આપી હતી. અને લગ્નને લઇને પુર્વ પ્રેમીકાને વારંવાર હેરાન કરતો હતો. આખરે પુર્વ પ્રેમીકાએ વાડી પોલીસ સ્ટેશનમાં યુવાન સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા દોઢ વર્ષથી બંન્ને વચ્ચે કોઇ સંબંધ ન હતો

મૂળ સુરતની રહેવાસી અને હાલ વડોદરા શહેરમાં રહેતી 24 વર્ષીય યુવતી સેજલબેન (નામ બદલ્યું છે) મોલમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. આઠ વર્ષ અગાઉ તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. ત્યાર બાદ છેલ્લા દોઢ વર્ષથી બંન્ને વચ્ચે કોઇ સંબંધ ન હતો .બે દિવસ અગાઉ યુવતીનો એક્સ બોયફ્રેન્ડ મયંક પરમાર(રહે-વૈકુંઠ-2, ખોડીયારનગર, વડોદરા )એ યુવતીનો પીછો કર્યો હતો અને જણાવ્યું હતું કે તું નીચે આવ અને મારી સાથે મારા ઘરે ચાલ અને જો નહીં આવે તો હું અહીં બેસી રહીશ, પરંતુ, યુવતી કોઇ દાદ આપતી ન હતી. ત્યાર બાદ મયંક જતો રહ્યો હતો.

ઘરે આવવા સેજલ રીક્ષામાં બેઠી ત્યાં યુવકે આવી ધમકી આપી

સરોજ પ્રેમ કરવા માટે તૈયાર ન હોવાથી મયંક અવારનવાર મરી જવાની ધમકી આપવાની સાથે જાતે જ પોતાના હાથ પર બ્લેડના ઘા મારતો હતો અને સરોજને લગ્ન કરવા માટે મજબૂર કરતો હતો. મયંકે અગાઉ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. ગતરોજ સેજલ નોકરી પરથી છુટીને ઘરે જઇ રહી હતી ત્યારે મયંક રીક્ષામાં બેઠો હતો અને મારી સાથે લગ્ન કરવાની હા પાડીશ નહિ તો હું મરી જઇશ તેવી ધમકી આપી હતી.

પુર્વ પ્રેમીકાને લગ્ન કરવા જબરજસ્તી દબાણ કરીને પજવણી કરાતી

અવાર-નવાર યુવતીને લગ્ન કરવા માટે જબરજસ્તી દબાણ કરી પજવણી કરતો હતો. જેથી ત્રાસી ગયેલી સરોજે વાડી પોલીસ સ્ટેશનમાં મયંક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વાડી પોલીસે છેડતીનો ગુનો નોંધીને આરોપી મયંકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud