• કેસરીસિંહ ભાટી 1999 બેચના આઈપીએસ અધિકારી હતા
  • હાલ કેસરીસિંહ ભાટી અમદાવાદ રેંજ આઈજી તરીકે ફરજ બજાવતા હતા
  • બે દિવસ પુર્વે તબિયત બગડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા


WatchGujarat. વડોદરામાં જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુકેલા IPS કેસરીસિંહ ભાટીનું રવિવારો બપોરે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને કારણે પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. કેસરીસિંહ ભાટી તેમની કામ કરવાની શૈલીના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આગવી ઓળખ ધરાવતા હતા.

કેસરીસિંહ ભાટીનો જન્મ વર્ષ 1963 માં થયો હતો. તેઓ 1999 બેચના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ)ના અધિકારી હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં તથા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ મહત્વના હોદ્દા પર ફરજ બજાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમની કાર્યશૈલીના વખાણ કરાતા હતા.

હાલ તેઓ અમદાવાદ રેંજ આઇજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે પહેલા તેઓ વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જુલાઇ- 2020 ના રોજ આઇપીએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી હતી. જેમાં કેસરીસિંહ ભાટીને અમદાવાદના આઇજી તરીકે મુકવામાં આવ્યા હતા.

વડોદરા જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકેનો પદભાર છોડ્યા બાદ તેઓ અમદાવાદના રેંજ આઇજી તરીકે જોડાયા હતા. કેસરીસિંહ ભાટીને લીવર તથા પેન્ક્રીયાઝ સંબંધિત તકલીફ ઉપડતા તેઓને તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે બપોરે તેમનું નિધન થયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud