• વડોદરાની મહિલાને યુવાને કેફી દ્રવ્ય પીવડાવી ખુલ્લા ખેતરમાં કાર લઇ જઇ પોતાની હવસ સંતોષી
  • 1.5 મહિના પહેલા જ મહિલાની Facebook પર અમદાવાદના યુવક સાથે વાતચીત શરૂ થઇ હતી
  • તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. આપણે ઇન્ટરનેટ યુગમાં જીવી રહ્યા છે. જેનો સારી રીતે ઉપયોગ થવાની જગ્યાએ ગેરલાભ વધુ થઇ રહ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ક્રાઇમની ઘટનાને અંજામ આપતા બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વડોદરાની મહિલાએ અમદાવાદના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. મિત્રતા કેળવ્યાબાદ યુવક મહિલાને કારમાં નિમેટા લઈ ગયો હતો. જોયા તેણે કારને ખેતરમાં લઇ જઇ ચપ્પુની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરાના આઉટસ્કર્ટ ભાયલી વિસ્તારમાં રહેતી મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મહિલાના પતિ છેલ્લા 8 મહિનાથી સાબરમતી જેલમાં ચોરીના ગુનામાં સજા કાપી રહ્યા છે. મહિલા ઘરકામ કરી પોતાનું અને પોતાના બાળકોનું ગુજરાન ચલાવી રહી છે. છેલ્લા ઘણા સમયથી મહિલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી. ત્યારે 1.5 મહિના અગાઉ અમદાવાદ ખાતે રહેતા આયુષ પાંડે નામના વ્યક્તિએ મહિલાના ફેસબુક એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જેથી મહિલાએ ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપટ કરતા બંને વચ્ચે મિત્રતા કેળવાતા વાતચીત શરૂ થઈ હતી.

1.5 મહિના સુધી વાતચીત થયા બાદ બંને વચ્ચે નંબરની આપ લે થઇ હતી. દરમિયાન મંગળવારે આયુષે જણાવ્યું હતું કે, હું વડોદરા આવવાનો છું, તને ફોન કરીશ, મંગળવારે આયુષ વડડોરા આવી પહોંચ્યો હતો અને મહિલાને ફોન કરી અમિતનગર સર્કલ આવવા કહ્યું હતું. જેથી આયુષ સાથે ફોન પર થેયલ વાત ના આધારે મહિલા અમિતનગર સર્કલ પહોંચી હતી. ત્યારે યુવક મહિલાને કર્મ બેસાડી અમિતનગર સર્કલથી આજવા ચોકડી તરફ જવા નીકળ્યો હતો. દરમિયાન ચાલુ કારમાં આયુષ પાંડેએ મહિલાને પાણીની બોટલ આપી હતી, જે પીતા જ મહિલાને ચક્કર આવવાના શરૂ થયા હતા અને છરીની અણીએ મહિલાને ચૂપચાપ બેસાડી આયુષ કારને નિમેટા તરફ લઈ ગયો હતો. જ્યાં ખુલ્લા ખેતરમાં કારને પાર્ક કર્યાબાદ છરીની અણીએ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી મરજી વિરુદ્ધ કારમાં જ શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.

આયુષ પાંડેએ છરીની અણીએ મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાને ધમકી આપતા જણાવ્યું હતું કે, મારા અંકલ ગાંધીનગરમાં ડીવાયએસપી છે, તારાથી કશું થશે નહીં અને પોલીસ ફરિયાદ પણ ના કરતી, ત્યાર બાદ યુવક મહિલાને પરત અમિતનગર સર્કલ છોડી અમદાવાદ રવાના થઇ ગયો હતો. જોકે પોતાની સાથે થયેલી જબરદસ્તીની જાણ કરવા મહિલાએ પોલીસનો સહારો લેવાનું નક્કી કર્યું હતું અને બનાવ અંગે તાલુકા પોલીસમાં આયુષ પાંડે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud