• માંજલપુર પોલીસ સ્ટેશનમાં અમદાવાદના હાર્દીક શેઠ સામે બળાત્કારનો ગુનો નોંધાયો
  • મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ બનાવી લાઇવ સ્ટ્રીમ એપ્લીકેશન થકી ગ્રાહકો સાથે અશ્લીલ વાતો કરી લાખો કમાવવાની લાલાચ આપી
  • મહિલાએ એપ્લીકેશનનો ઉપયોગ કરી લાખો કમાયા બાદ ગ્રાહકો સામે નગ્ન થવાની વાત આવી
  • ડેમો કરવાના બહાને હાર્દીકે મહિલાના ઘરે જઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ

WatchGujarat. સોશિયલ મીડિયા થકી પરિણીત મહિલા તેમજ યુવતિઓને ટાર્ગેટ કરી અશ્લીલ ફોટો અને વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોય કે રૂપિયા પડાવ્યા હોય તે અસંખ્ય કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા સમયે સાવચેતી અંગે પોલીસ દ્વારા અનેકો વખત સુચન આપવામાં આવે છે. ત્યારે શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પરિણીતાએ નોંધાવેલી ફરીયાદ સોશિયલ મીડિયા યુઝર્સ માટે લાલ બત્તી સમાન છે.

શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતા ફેસબુક પર પોતાનુ એકાઉન્ટ ધરાવે છે. જ્યાં તેણે થોડા સમય પહેલા એક જનલ પટેલ નામના એક અજાણ્યા યુવકની ફેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે પરિણીતાએ એકસેપ્ટ કરી લીધી હતી. ત્યારબાદ જનલે પોતાની સાચી ઓળખ હાર્દીક શેઠ તરીકેની આપી પરિણીતા સાથે મિત્રતા કેળવી જરૂર પડતા રૂપિયાની માંગણી શરૂ કરી હતી. પરત આપવાની શરતે લીધેલા રૂપિયા પાછા પણ કર્યા હતા. આમ પરિણીતાને તેની ઉપર વિશ્વાસ બેસી ગયો હતો.

એક તબક્કે બન્ને ખુબ જ નિકટ આવી જતા હાર્દીકે શેઠે પરિણીતાને લાઇવ બીગો સ્ટ્રીમ પર ગ્રાહકો સાથે અશ્લીલ વાતો કરી મહિને રૂ. 50 હજાર કમાવવાની લાલચ આપી હતી. રૂપિયાની લાલચમાં આવી ગયેલી પરિણીતાએ બે મહિના સુધી કામ કરી રૂ. 1 લાખ પગાર પેટે મેળવ્યો પણ હતો. ત્યારબાદ હાર્દીકે વધુ રૂપિયા કમાવવાની વાત કરી પરિણીતાને કહ્યું ગ્રાહકો સાથે વિડિઓ કોલ પર ગ્રાહક સામે અંગ પ્રદર્શન કરવાની વાત કરી રહીં હતી. જે બાબતો પરિણીતાએ ઇન્કાર કરતા તેણે કહ્યું પેરેલલ સ્પેસ નામની એપ્લીકેશનનો ઉપયોગ કરવાનો રહેશે જેમાં ચેહરો કે મોબાઇલ નંબર નહીં આવે.

આ વાત કર્યા બાદ હાર્દીક ડેમો લેવાના બહાને પરિણીતાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેણે પરિણીતા સાથે બળજબરી બળાત્કાર ગુજારી નગ્ન વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપી હતી. આમ પાંચથી છ વખત પરિણીતા પર  દુષ્કર્મ ગુજારી તેણીના ફોટા વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપી રૂ. 2.10 લાખની કિંમતના સોનાના દાગીના અને પગાર પેટેના રૂપિયા 4.20 લાખ લઇ ફરાર થઇ ગયો હતો. જોકે આ મામલે પોલીસે અમદાવાદના હાર્દિક જયેન્દ્રભાઇ શેઠની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud