ચુંટણી ટાણે નેતાઓની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને પૈસાની ઠગાઇ કરવા માટે ભેજાબાજો મેદાને
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે બોગસ એકાઉન્ટ બનાવી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માંગ
સમગ્ર મામલે શહેર સાયબર ક્રાઇમમાં આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
WatchGujarat. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નામે બોગસ સોશિયલ મિડાયા એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચુંટણી ટાણે ઠગ ટોળકી સક્રિય થતા રાજકીય મોર્ચે ગરમાવો આવ્યો છે. ઠગાઇ કરવા માટે RAJENDRA TRIVEDI FAN CLUB એકાઉન્ટ પરથી રૂ. 10 હજાર એપ્લીકેશનથી ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે શહેર સાયબર ક્રાઇમમાં આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
નેતાઓની લોકપ્રિયતાનો ફાયલો લઇને તેમના નામે બોગસ એકાઉન્ટ બનાવીને પૈસા પડાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ચુંટણીના સમયમાં વધુ એક વખત ઠગ ટોળકી સક્રિય થઇ હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ કોંગી અગ્રણી નરેન્દ્ર રાવતનુ બોગસ સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવીને પૈસા માંગવાનું કૌભાંડ સામે આવ્યું હતું. હવે ચુંટણી ટાણે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ફેન ક્લબ RAJENDRA TRIVEDI FAN CLUB નામનું સોશિયલ મિડાયા એકાઉન્ટ બનાવી પૈસા માંગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાના રાવપુરા વિધાનસભામાંથી ચુંટાયેલા ધારાસભ્ય છે. તેઓ હાલ વિધાનસભાના અધ્યક્ષ છે.
https://twitter.com/WatchGujarat/status/1357240881862963202?s=20
RAJENDRA TRIVEDI FAN CLUB ના બોગસ એકાઉન્ટ પરથી તેમાં જોડાયેલા લોકોને, એક કામ હતું લખીને મેસેજ આવે છે. ત્યાર બાદ વાત કરતા પૈસા માંગવામાં આવે છે. અને પૈસા ઓનલાઇન પેમેન્ટ એપ્લીકેશનથી ટ્રાન્સફર કરવા માટે નંબર આપવામાં આવે છે.
જો કે બોગસ વ્યક્તિ દ્વારા પોતાની કોઇ ઓળખાણ આપવામાં ન આવતા શંકા ઉપજાવે છે. અને વાત સાચા વ્યક્તિ સુધી પહોંચતા સમગ્ર મામલાનો પર્દાફાશ થાય છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ ખરેખર ચાલે છે. અને તેમના દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પરંતુ પૈસા માંગવા માટે બોગસ એકાઉન્ટ બનાવીને ભેજાબાજ દ્વારા પૈસા પડાવવાનો કારસો રચ્યો હોવાનું સામે આવી રહ્યું છે. બોગસ એકાઉન્ટ સુખચંદ ચૌધરી દ્વારા બનાવવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા પોલીસ તપાસ બાદ સામે આવશે. સમગ્ર મામલે શહેર સાયબર ક્રાઇમમાં આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.