આર્થિક ભીંસમાં મુકાયેલા સોની પરિવારના 6 સભ્યોએ ગત તા. 3 માર્ચના રોજ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો
કોલ્ડ ડ્રિંક્સમાં ઝેર ભેળવીને પરિવારના પાંચ સભ્યોએ સ્વેચ્છાએ પીધું હતું
ચાર વર્ષિય પૌત્રને દાદાએ ઉંઘમાં જ ડ્રોપરથી ઝેર પીવડાવી દીધું હતું
ઘટનામાં ત્રણ સભ્યોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે સારવાર દરમિયાન દિપ્તીબેનનું આજે મોત નિપજ્યું
WatchGujarat. સમા રોડ વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં આર્થિક સંકડામણથી ત્રસ્ત થઇને સોની પરિવારના 6 લોકોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં ત્રણ પરિવારજનોનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શનિવારે નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તીબેનનું મોત થતા ઘટનાનો મૃત્યુઆંક 4 પર આવી પહોંચ્યો છે.
સ્વાતિ સોસાયટીમાં નરેન્દ્ર સોની તેમના પરિવારજનો સાથે રહેતા હતા. આર્થિક સંકડામણના કારણે સોની પરિવારે પોતાનું ઘર વેચવા કાઢીને સામે ભાડાના ઘરમાં રહેતા હતા. જો કે 3 દિવસ પહેલા 3 માર્ચના રોજ સોની પરિવારના 6 સભ્યોએ કોલ્ડ્રિંકમાં ઝેર ભેળવીને સામુહિક આપઘાત કર્યો હતો. સામુહિત આપઘાતના પ્રયાસ બાદ પરિવારના એક સભ્યએ પોલીસને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. ઘર બહાર ફેંકેલી ચાવીની મદદથી તાળુ ખોલીને પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો હતો. પ્રવેશતા જ હ્રદય કંપી જાય તેવા દ્રશ્યો પોલીસ અધિકારીઓની નજર સામે જોવા મળ્યા હતા.
ઘટનામાં ઘરના મોભી નરેન્દ્ર સોની (ઉંમર 60 વર્ષ), રિયા સોની (ઉંમર 16 વર્ષ) અને પાર્થ સોની (ઉંમર 4 વર્ષ) ના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ સભ્યો ભાવિન સોની (ઉંમર 28 વર્ષ), ઉર્વી સોની (ઉંમર 25 વર્ષ) અને દીપ્તિ સોની ( ઉંમર વર્ષ 55)ને ટેમ્પોમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્રણેયને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં
ત્રણેયની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. ત્રણ દિવસની સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ સોનીના પત્ની દિપ્તીબેન સોનીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ, સામુહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. જો કે, હાલ મૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિન સોનીની તબિયત સુધારા પર છે. અને પુત્રવધુ ઉર્વી સોની પણ સારવાર હેઠળ છે.