આણંદ જિલ્લામાં એસ.ઓ.જી દ્વારા બાતમીના આધારે કાર્યવાહીમાં કરોડો રૂપિયાની રોકડ પકડી પાડી
સમારકામ ચાલુ હોય તેવા ઘરમાં કરોડોની રોકડ મુકવા પાછળનું ઘરની મહિલાએ આપેલું કારણ તથ્ય વિહીન જણાયું
પોલીસે સમગ્ર મામલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી પૈસાના સ્ત્રોત જાણવા ચક્રોગતિમાન કર્યા
સાધનસંપ્રન્ન પરિવારે ઘરમાં આટલી મોટી રોકડ કેમ રાખી તે અંગે લોકમુખે ચર્ચા
WatchGujarat. આણંદ જિલ્લામાં SOG (Special Operation Group) ના કર્મીઓને ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ રકમ પકડી પાડવામાં સફળતા મળી છે. કોરોના કાળમાં એક તરફ લોકોના વેપાર ઉદ્યોગ ઠપ થઇ ગયા છે. તેવા સમયે ખેડુતના ઘરમાંથી કરોડો રૂપિયા રોકડા મળતા એસ.ઓ.જી કર્મીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. મકાનમાં રહેતી મહિલાની પ્રાથમિક પુછપરછ દરમિયાન એસ.ઓ.જી.ને ગળે ન ઉતરે તેવા તર્ક રજુ કર્યા હતા. જેને લઇને હાલ એસ.ઓ.જી.એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરીને પૈસાના સ્ત્રોત જાણવા સહિતના મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
https://youtu.be/R5e02pCNiH0
આણંદ જિલ્લામાં બનતા મિલકત વિરોધી ગુના અટકાવવા માટે ગતરોજ આણંદ એસઓજી પોલીસે પેટ્રોલીંગમાં ખંભાત વિસ્તારમાં નીકળ્યા હતા. દરમિયાન બાતમી મળી હતી કે, ખંભાત શહેરના ખારોપાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશકુમાર નગીનદાસ પટેલે પોતાના સમારકામ ચાલતા મકાનના રૂમમાં તિજોરીની અંદર બિનઅધિકૃત રૂ. 3 કરોડ ઉપરાંતની રોકડ રકમ છુપાવી રાખેલ છે. એસઓજીની ટીમે ખંભાત ખારોપાટ વિસ્તારમાં રેડ કરતા રાજેશકુમાર નગીનદાસ પટેલના સમારકામ ચાલતા મકાનના રૂમમાંથી તીજોરીમાંથી રૂા 2 હજારની ચલણી નોટોના (50 બંડલ) કિં. રૂ 1 કરોડ અને રૂ. 500ના ચલણી નોટોના (450 બંડલ) કિં. રૂ. 2.25 કરોડ મળી કુલ રૂ. 3.25 કરોડની રોકડ રકમ મળી આવી હતી. જોકે રાજેશકુમાર નગીનદાસ પટેલ સ્થળ પરથી મળી આવ્યા ન હતા. તેઓનો મુખ્યવ્યવસાય ખેતી છે.
એસઓજીની ટીમે તેઓના પત્ની પુનીતાબેન રાજેશકુમાર પટેલની પુછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, પોતાના પતિ ફેક્ટરીમાં નોકરી કરે છે. અને રૂપિયા એક લાખ પગાર છે. અને લંડન ખાતે રહેતા પુત્ર ધવલ દ્વારા સંબંધીઓ થકી નાણાં મોકલાવ્યા હતા. આ વિગતો એસ.ઓ.જી.ની ટીમને ગળે ઉતરે તેમ ન હતી. જેથી આણંદ એસઓજીની ટીમે મળી આવેલા રૂ 3.25 કરોડની રોકડ રકમ કબ્જે કરી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ નાણાં પાછળ હવાલા કૌભાંડ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
રાજેશ પટેલ સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે
ખંભાત રાજેશ પટેલનો પરિવાર વર્ષોથી સુખી સંપન્ન છે. તેઓનો મુખ્યવ્યવસાય ખેતી છે. જયારે રાજેશ કુમાર પટેલના સંગાસંબંધીઓની ખંભાત શહેરમાં ચારથી વધુ મોટી કેમીકલ સહિતની મોટી કંપનીઓ આવેલી છે.તેઓ પણ એક કંપનીમાં ભાગીદાર છે. તેમને નફો અને પગાર બંને મળે છે. આ ઉપરાંત તેમના ભાઇ હીરોઉદ્યોગ સાથે સંકાળાયેલા છે.જયારે 15 વર્ષથી તેમનો પુત્ર લંડનમાં છે.તેથી હવાલના નાંણા આવ્યા હશે તેવી સંભાવના છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"] હવાલાના નાંણા હોવાની સંભાવના[/caption]
રાજેશકુમાર પટેલનો દિકરો ધવલ વર્ષોથી લંડનમાં સ્થાઇ થયો છે.ત્યાં પણ મોટો વ્યવસાય ધરાવે છે.તેથી વિદેશથી હવાલા દ્વારા નાંણા મોકલ્યા હોવાની સંભાવના છે. કે પછી તેઓ પરિવાર ઘણી કંપનીઓ સાથે સંકળાયેલો હોવાથી ઇન્ડસ્ટ્રીઝ કંપની હવાલા ના નાંણા હોવાની શકયતા વર્તાઇ રહી છે. હાલ આ કેસ આયકર વિભાગને સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડુતના ઘરમાં સમારકામ ચાલતી વેળાએ આટલી મોટી રકમ કેમ રાખવામાં આવી, તથા કેટલા સમયથી આ પ્રકારે ઘરમાં કરોડો રૂપિયા રાખવામાં આવે છે અને તેનો શું ઉપયોગ કરવામાં આવે છે. આ બધા સવાલોના જવાબો એસ.ઓ.જી. પોલીસ તથા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસ બાદ સ્પષ્ટ થશે.