ગોત્રી મેડીકલ કોલેજના આખરી વર્ષમાં તબિબ વિદ્યાર્થી સિદ્ધાર્થ જી. ભદ્રેચા કોવિડ ડ્યુટીમાં જોડાયેલો હતો, 30 એપ્રીલે તેની ડ્યુટી પતી હતી
ગત રોજ સિદ્ધાર્થનો રૂમ પાર્ટનર રાત્રે કોવિડ ડ્યુટીમાં ફરજ પર ગયો ત્યારે સ્થિતી સામાન્ય હોવાની માહિતી પ્રાપ્ત થઇ
રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પરત આવતા સિદ્ધાર્થે રૂમ ન ખોલ્યો
દરવાજાની પોલમાંથી અંદર ફોનનો ફ્રન્ટ કેમેરો નાંખીને ફોટો લેતા ગળે ફાંસો ખાધાનું ધ્યાને આવ્યું
સિદ્ધાર્થે લખેલી સ્યુસાઇડ નોટ ગોરવા પોલીસે કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી
Watchgujarat. ગોત્રી મેડીકલ કોલેજમાં MBBS ના આખરી વર્ષમાં અભ્યાસ કરતા તબિબ વિદ્યાર્થીઓ પોતાની હોસ્ટેલના રૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પરત ફરતા રૂમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. આખરે પોલીસને જાણ કરીને દરવાજો ખોલતા વિદ્યાર્થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થી પાસેથી સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોના દર્દીઓની સારવાર માટે તબિબો અને તબિબ વિદ્યાર્થીઓને જોડી દેવામાં આવ્યા છે. પ્રાથમિક પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી મેડીકલ કોલેજના આખરી વર્ષમાં તબિબ વિદ્યાર્થી સિદ્ધાર્થ જી. ભદ્રેચા (ઉં- 22) ભણતો હતો. હાલ મહામારીમાં તેને કોવિડની ડ્યુટી સોંપવામાં આવી હતી. ગત 30 એપ્રીલના રોજ તેની ડ્યુટી પુરી થઇ હતી. સિદ્ધાર્થને રૂમ પાર્ટનર ડોક્ટર હાલ કોવિડની ડ્યુટી કરી રહ્યો હતો.
ગત રોજ સિદ્ધાર્થના રૂમ પાર્ટનર મોડી રાત્રે કોવિડ ડ્યુટીમાં ફરજ બજાવવા ગયો ત્યારે બંને વચ્ચે વાતચીત થઇ હતી. જો કે, ત્યારે બધુ સામાન્ય લાગતું હતું. આજે સવારે પાર્ટનર રૂમમાં પાછઓ ફર્યો ત્યારે તેણે દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ સિદ્ધાર્થે દરવાજો ખોલ્યો ન હતો. પ્રથમ સિદ્ધાર્થ ઉંઘતો હશે તેમ માનીને રૂમ પાર્ટનરે તેને ફોન કરવાનું અને દરવાજો ખટખટવવાનું ચાલુ રાખ્યું હતું. તેમ છતાં અંદરથી કોઇ પ્રત્યુત્તર મળી રહ્યો ન હતો.
દરવાજાની પોલમાંથી ફોન અંદર નાંખી ફોટો લેતા સિદ્ધાર્થે ગળે ફાંસો ખાધાનું સામે આવ્યું
હોસ્ટેલના રૂમના દરવાજામાં ઉપરથી મિજાગરો મારવામાં આવ્યો હતો. એટલે જો નીચેથી ધક્કો મારવામાં આવે તો થોડુક ખુલતું હતું. એટલે તબિબિ વિદ્યાર્થીએ યુક્તિ અજમાવીને દરવાજાની નીચેથી મોબાઇલનો ફ્રન્ટ કેમેરાનો ભાગ અંદર નાંખ્યો હતો. અને અંદરનો ફોટો લીધો હતો. ફોટો લીધા બાદ કેમેરો બહાર કાઢી જોતા સિદ્ધાર્થે જીવન ટુંકાવ્યાનું ધ્યાને આવ્યું હતું. તબિબિ વિદ્યાર્થોઓએ આ અંગેની જાણ વોર્ડનને કરી હતી.
સ્યુસાઇડ નોટ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી
સમગ્ર મામલે ગોરવા પોલીસને જાણ કરાતા તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સિદ્ધાર્થ પાસેથી સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી. ત્યાર બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધાર્થના પરિવારમાં તેના માતા – પિતા અને બહેન છે. તમામ માંગરોલ ખાતે રહે છે. ઘટના અંગે જાણ થતા તેઓ વડોદરા આવવા માટે નિકળી ગયા હતા.