ચાર વર્ષ અગાઉ થયેલા અખંડ ફાર્મ કાંડનો કિસ્સાની યાદો તાજી કરાવે તેવી ઘટના સામે આવી
ગત રાત્રીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના કર્મીઓને માહિતી મળતા ગ્રીન વુડ બંગ્લોઝમાં દરોડા પાડ્યા
દરોડામાં 13 યુવતિ અને 10 યુવકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ
WatchGujarat. શનિવારે મોડી રાત્રે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના કર્મીઓએ ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલા નેપ્ચુયન ગ્રીન વુડ્સ બંગ્લોઝમાં મકાન નં-5 માં દરોડા પાડ્યા હતા. દરોડામાં શહેરના રીચ એન્ડ ફેમસ ગણાતા અનેક લોકોના સંતાનો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. 22 ડિસેમ્બર, 16 ના રોજ શહેરના અખંડ ફાર્મ પર પોલીસે રેડ કરી હતી. જેમાં શહેરના જાણીતા લોકો પકડાયા હતા. શહેરના ઇતિહાસમાં વગદાર વ્યક્તિઓ પર મોટી સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી હોવાનો વધુ રસપ્રદ કેસ અખંડ ફાર્મ બાદ નથી નોંધાયો.
વડોદરામાં 22 – ડિસેમ્બર, 16 ના રોજ શહેરના છેવાડે આવેલા અખંડ ફાર્મમાં પ્રસંગ નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર તથા મધ્યગુજરાતના જાણીતા અને નામચીન લોકોએ હાજરી આપી હતી. પાર્ટીમાં વિદેશી દારૂની રેલમછેલ હતી. તેવામાં રાત્રે હાઇ-પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. અને લગભગ 273 જેટલા હાઇપ્રોફાઇલ લોકોને પકડી પાડ્યા હતા. જેને લઇને શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. અખંડ ફાર્મ શહેરની ઇતિહાસમાં સૌથી ચર્ચિત પોલીસ કેસ હતો. ત્યાર બાદ વડોદરા તથા મધ્યગુજરાતના અનેક રીચ એન્ડ ફેમસ લોકો પર મોટી સંખ્યામાં કાર્યવાહી કરવામાં નથી આવી.
#Vadodara - યે હમ હૈ.. યહાં પર હમારી 'HIGH PROFILE' પાર્ટી હો રહી થી...શહેરની નામાંકિત હસ્તીઓના પુત્ર-પુત્રીઓ સહિત 23 ઝડપાયા, પોલીસે 27 લાખનો મુદ્દામાલ કબ્જે (VIDEO)
અખંડ ફાર્મા કેસ પાછળનું સાચું કારણ આજદિન સુધી જાણી શકાયું નથી. અખંડ ફાર્મ કાંડને ચાર વર્ષ જેટલો સમય વિતી ગયો છે. ત્યારે શનિવારે અખંડ ફાર્મ કાંડની યાદ અપાવે તેવી ઘટના સામે આવી છે. શનિવારે મોડી રાત્રે શહેરના પોશ ગણાતા ન્યુ અલકાપુરી વિસ્તારમાં દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા. શનિવારે ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલા નેપ્ચુયન ગ્રીન વુડ્સ બંગ્લોઝના મકાન નં- 5 માં ચાલતી દારૂની પાર્ટીમાં દરોડો પાડી શહેરના રીચ એન્ડ ફેમસ લોકોના સંતાનોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 13 યુવતિઓ અને 10 યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
નેપ્ચ્યુન ગ્રીન વુડ્સ બંગ્લોઝમાંથી પકડાયેલી યુવતિઓના નામ
કેયા અસિત શાહ (ઉં- 22)
સાનિયા સમીર ખેરા (ઉં- 28)
લાવણ્યા સમીર તલાટી (ઉં-21)
આસના હર્ષિત શાહ (ઉં-23)
સૌમ્યા રાજેશ અહુજા (ઉં-23)
રેહાના રાજેશ અહુજા (ઉં-28)
પ્રિત પ્રણવ ચોક્સી (ઉં-22)
નિહારીકા ડેરેક શાહ (ઉં-23)
રૂતિકા નિલેશ ગુપ્તા (ઉં-23)
આયુષી અમ્રિતા શાહ (ઉં-24)
શોભા મયંક દવે (ઉં-25)
આકાંક્ષા વરૂણ રાવ (ઉં-23)
ત્રિશા યોમેશ પટેલ (ઉં-24)