• લગ્ન માણસની ઝીંદગીમાં ખુબ મહત્વ ધરાવતો પ્રસંગ છે. પરંતુ તેને લઈને હું ભારતીય હોવાની ફરજ ભુલ્યો નથી-દર્શન સોનવણે
  • મતદાન મથક પર શેરવાની માં સજ્જ મુરતિયાને જોઈને અન્ય મતદાતાઓ અચંબામાં મુકાયા

WatchGujarat. વડોદરા સહિત રાજ્યમાં 6 નગરપાલિકાઓ માટે રવિવારે 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું. જેમાં શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા યુવાને પોતાની લગ્નવિધીમાં જતા પહેલા ભારતીય નાગરીક હોવાની ફરજ પુરી કરી મતદાન કર્યું છે. યુવાન દ્વારા લગ્નના સમયનું મુહુર્ત સચવાય તે રીતે વહેલા મતદાન કર્યું છે.

ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. ભારતમાં પ્રજાના મત દ્વારા લોકપ્રતિનીધી ચુંટાઇને જિલ્લા- તાલુકા પંચાયતથી લઇને સાંસદ સુધી મોકલવામાં આવે છે. અલગ અલગ સમયે યોજાનાર ચુંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. મતદાનના દિવસે શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા દર્શન સોનાવણેએ ઉદાહરણીય કામ કર્યું હતું. મતદાનના દિવસે 21 ફેબ્રુઆરીના રોજ દર્શનના લગ્ન યોજાનાર છે. પરંતુ લગ્ન વિધિમાં ભાગ લેતા પહેલા દર્શેને મતદાન કરવાનો નિર્ણય લીધો હતો અને તૈયાર થઈને મતદાન મથકે મત આપવા પહોંચ્યો હતો.

મતદાન મથક પર શેરવાની માં સજ્જ મુરતિયાને જોઈને અન્ય મતદાતાઓ અચંબામાં મુકાયા હતા. દર્શને મતદાન મથકમાં જતા પહેલા કોવિદ ગાઇડલાઇનના ચુસ્ત પણે પાલન સાથે મતદાન કર્યું હતું. મતદાન બૂથમાં પ્રવેશતા પહેલા દર્શનનું ટેમ્પ્રેચર માપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેના હાથ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. અને પછી તેને તેનો મત આપ્યો હતો.

આ અંગે દર્શને જણાવ્યું હતું કે, લગ્ન માણસની ઝીંદગીમાં ખુબ મહત્વ ધરાવતો પ્રસંગ છે. પરંતુ તેને લઈને હું ભારતીય હોવાની ફરજ ભુલ્યો નથી. મતદાનને પ્રાથમિકતા આપી હવે હું મારી લગ્ન વિધિમાં સામેલ થઇશ. દર્શને તમામ લોકોને વોટ કરવા માટે અપિલ પણ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud