•  અગાઉ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રશાંત ઉપાધ્યાય સામે 21.80 લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાઇ હતી.
  •  ત્યારબાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ પ્રશાંત સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.
  •  પ્રશાંત સામે વર્ષ 2020માં ફરીયાદ નોંધાયા બાદ વધુ એક દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે.

વડોદરા. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા બગલામુખી મંદિર ખાતે સતસંગના બહાને લોકોને ઠગતા અને મહિલા તેમજ સગીરાઓને પોતાની હવસનો ભોગ બનાવતા પ્રશાંત સામે વધુ એક દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે. જેમાં સગીર વયની યુવતિને પગ દબાવવાના બહાને બેડરૂમમાં બોલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી હોવાની ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે પાંખડી પ્રશાંત સામે અગાઉ વારસિયા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતપીંડી અને દુષ્કર્મની ફરીયાદ નોંધાતા તે હાલ જેલમાં છે. જોકે હવે તેની સામે વધુ એક ગુનો નોંધાતા પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરશે.

પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ધો- 10 માં અભ્યાસ કરતી સગીરાને વેકેશન દરમિયાન પાખંડી પોતાના આશ્રમમાં સેવા માટે રાખી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બગલામુખીનો કહેવાતા ગુરૂજી પ્રશાંતે સગીરાને ઘેન યુક્ત ગોળી ખવડાવી દુષ્કર્મ આચરી વિડીયો શુટીંગ કર્યું હતું. અને ત્યાર બાદ તેના ધાક ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. પાખંડી પ્રશાંતે તેની સાથે વારંવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આખરે ત્રસ્ત યુવતિએ પાખંડી પ્રશાંત ઉપાધ્યાય તથા તેની અંગત સેવિકા દિશા સચદેવા, દિક્ષા જસવાની, અને ઉન્નતી જોષી વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પાખંડી પ્રશાંતનો વર્ષ 2015 માં ભોગ બનેલી સગીરાએ તાજેતરમાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેના તથા તેના સેવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. સગીરા વેકેશન દરમિયાન પાખંડી પ્રશાંતના આશ્રમમાં સેવા કરવા માટે જોડાઇ હતી. દરમિયાન પાખંડી પ્રશાંતે તેને સેવા કરવા માટે પોતાના બેડરૂમમાં બોલાવીને તેને ઘેનયુક્ત ગોળીઓ ખવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગુરૂના આશિર્વાદ મેળવવા સેવા જરૂરી છે તેમ કહી વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર પ્રશાંત સામે આખરે યુવતિએ પોલીસ ફરિયાદ કરતા પાખંડી પ્રશાંતની વધુ એક કરતુત સામે આવી છે. અગાઉ પણ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા અને ગોત્રી પોવીલ સ્ટેશનમાં ગુના નોંધાઇ ચુક્યા છે. પાખંડી પ્રશાંત ઉપાધ્યાય હાલ જેલવાસ ભોગવી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud