દારૂનો જથ્થો દમણથી શહેરમાં લાવવામા આવ્યો હતો.
દારૂનો જથ્થો વડોદરામાં લાવ્યાં બાદ રાજકોટના બુટલેગરને ટ્રાન્સપોર્ટ મારફતે મોકલતો હતો.
બુટલેગરે દારૂનો જથ્થો ગોરવા બી.આઇ.ડી.સીમાં સંતાડી રાખ્યો હતો.
પીસીબીની બાતમી મળતા ગોડાઉનમાં રેઇડ પાડી જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી રૂ. 1.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
વડોદરા. શહેરમાં રાજ્ય બહારમાંથી આડેધડ દારૂ ઘૂસાડવામાં માટે બુટલેગરો અવારનવાર નવતર પ્રયોગો કરતા હોય છે. અત્યાર સુધીના કેટલાક કિસ્સાઓમાં બુટલગરો દ્વારા દુધની ગાડી, ફ્રુટના કેરેટ કે પછી ઘાંસનાની આડમાં જેવા અનેક પ્રયોગો કરી શહેરમાં દારૂ ઠાલવતા આયા છે. જોકે પીસીબીએ દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલા બુટલેગરનો આ પ્રયોગ તમામ માટે નવો હોવાનુ માનવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે બાઇક, એક્ટિવા, કાર અથવા ટ્રક અને ટેમ્પોમાં રાજ્ય બહારથી દારૂનો જથ્થો લાવી શહેરમાં ઠાલવામાં આવતો હોય છે. તેવું જ કંઇ પીસીબીના હાથે ઝડપાયેલા બુટલેગર દિપ દવેએ પણ કર્યું હતુ. જેમાં તેણે જુદી જુદી વિદેશ બ્રાન્ડનો દારૂનો જથ્થો બિસ્કિટની વિવિધ બ્રાન્ડના બોક્સમાં ભરી દમણથી ટ્રાન્સપોર્ટ મારફતે વડોદરામાં લાવ્યો હતો.ત્યારબાદ તેણે આ જથ્થો ગોરવા બી.આઇ.ડી.સીના ગોડાઉનમાં સંતાડી રાખ્યો હતો. જોકે દમણથી વિવિધ બિસ્કિટોની બ્રાન્ડના ખોખામાં મુકીને લવાયેલો દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટ ખાતેના હિરેન નામના બુટલેગરને પણ મોકલાતો હતો.
આ અંગેની જાણ શહેર પોલીસની પ્રીવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (પીસીબી)ની ટીમને થઇ હતી. જેથી પોલીસે ગોરવા બીઆઇડીસી સ્થિત ગોડાઉનમાં રેઇડ કરતા પારલે-જી, ક્રેકઝેક, મોનેકો જેવી વિવિધ બિસ્કિટની બ્રાન્ડના ખોખાઓ જોવા મળ્યાં હતા. પહેલી નજરે દેખાતા બિસ્કિટના ગોડાઉનમાં પડેલા ખોખાઓની પોલીસે તપાસ કરતા તેમાંથી જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી હતી. જેથી પોલીસે બુટલેગર દિપ દવેની અટકાયત કરી દારૂના જથ્થા સહીત કુલ રૂ. 1.49 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.