પોલીસ સબ ઇન્સપેકટર રાહુલ પરમાર વાડી પોલીસ સ્ટેશનની ડભોઇયા ચોકીમાં ફરજ બજાવે છે.
અરજીના નિકાલ માટે અરજાદાર પાસેથી પી.એસ.આઇએ 50 હજારની લાંચ માંગી અને રકઝક બાદ 10 હજારની રકમ નક્કી થઇ
મામલો એન્ટી કરપશન બ્યુરોમાં પહોંચ્યો અને પી.એસ.આઇને 10 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો
લાંચીયો પીએસઆઇ વૈભવી ગાડીઓનો શોખ ધરવાતો હોવાનુ જાણવા મળે છે.
વડોદરા. પોલીસની નોકરી પ્રજાની સેવા માટે નહીં પરંતુ ઉપરી કમાઇ માટે જ જાણે કરવામાં આવતી હોય તેવો એક કથિત કિસ્સો સામે આવ્યો છે. વાડી પોલીસ સ્ટેશનની ડભોઇયા ચોકીમાં થયેલી એક સામાન્ય અરજીની તટસ્થ તપાસ કરવાને બદલે તેનો નિકાલ કરવા 50 હજારની પીએસઆઇએ લાંચ માંગી હતી. જોકે સરકાર પગાર ચુંકવતી હોવા છતાં પોલીસ વિભાગમાં આ પ્રકારની અનેક ગેરપ્રવૃતિઓ ચાલતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, ડભોઇયા ચોકી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં અન્ય વ્યક્તિ દ્વારા અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. જેના પગલે કારખાનાના માલિકે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની તપાસ પીએસઆઇ રાહુલ પરમારને સોંપવામાં આવી હતી. જેમાં અરજી સામે અવરોધ ઊભો કરનારા વ્યક્તિએ પણ ફરિયાદી વિરુદ્ધ એટ્રોસિટીની અરજી કરી હતી. આ બન્ને અરજીની તપાસ કરી રહેલા પીએસઆઇ રાહુલ કુમાર પરમાર (રહેવાસી -એમ આઈ જી ફ્લેટ , જ્યુપિટર ચોકડી પાસે માંજલપુર- મૂળ રહે -મથુરા નગર સોસાયટી ઓએનજીસી રોડ ,કલોલ ,ગાંધીનગર) એ અરજીના નિકાલ માટે ફરિયાદી પાસે રૂપિયા ૫૦ હજારની લાંચ માગી હતી જે રકઝકના અંતે રૂપિયા 10 હજાર લેવાનું નક્કી કર્યું હતું આ અંગેની જાણ ફરિયાદીએ એસીબીને કરતા એસીબીની ટીમે વાડી પોલીસ સ્ટેશનની ડભોઇયા પોલીસ ચોકી ખાતે છટકું ગોઠવ્યું હતું અને પીએસઆઇ ને ફરિયાદી પાસેથી રૂપિયા ૧૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો
એસીબીના છટકામાં લાચની રકમ સ્વીકારતા ઝડપાયેલ રાહુલકુમાર પરમાર લક્ઝરિયસ કારનો શોખીન હોવાનું જાણવા મળ્યું છે દર વર્ષે તે નવીનક્કોર કાર ફેરવતો હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી હતી ત્યારે આ લાંચિયા પીએસઆઇએ લાંચની રકમથી કેટલી અપ્રમાણસર ની મિલકત વસાવી છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
- પોલીસ સબ ઇન્સપેકટર રાહુલ પરમાર વાડી પોલીસ સ્ટેશનની ડભોઇયા ચોકીમાં ફરજ બજાવે છે.
- અરજીના નિકાલ માટે અરજાદાર પાસેથી પી.એસ.આઇએ 50 હજારની લાંચ માંગી અને રકઝક બાદ 10 હજારની રકમ નક્કી થઇ
- મામલો એન્ટી કરપશન બ્યુરોમાં પહોંચ્યો અને પી.એસ.આઇને 10 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો
- લાંચીયો પીએસઆઇ વૈભવી ગાડીઓનો શોખ ધરવાતો હોવાનુ જાણવા મળે છે.