કૈલાશ જાધવ સાથે પાર્ટનરશીપની એકાઉન્ટ બુકનું ઓડિટ કરતા અનેક નાના કૌભાંડ સામે આવી રહ્યા છે.
બીજી તરફ માનીતી સોશિયલ મીડિયા મેનેજર ને વિવિધ ફરજ નિભાવવા માટે નિયમિત પ્રતિમાહ રૂ. 70 હજાર જેટલા આપવામાં આવતા હતા.
ટ્રેનર દ્વારા જિમના પાર્ટનર ડો. દેવાંગ શાહને પગાર મળે તેવી રજૂઆત કરવામાં આવી
વડોદરા. એલાઈવ્ઝ જિમના એક પાર્ટનર કૈલાશ જાધવ દ્વારા બીજા પાર્ટનર ડો. દેવાંગ શાહ જોડે રૂ. 3 કરોડથી વધારેની છેતરપિંડી કરવાની સાથે તેના જિમ ટ્રેનરોને પણ પગાર મામલે રડાવ્યા હતા. કૈલાશ જાધવે જિમ ફ્લોર પર પરસેવો પાડનાર ટ્રેનરોને છેલ્લા 9 મહિના જેટલા સમયથી પગાર ચુકવણી બંધ કરી હતી, તેની સામે સોશિયલ મીડિયા હેન્ડલ કરતી વ્યક્તિને એની અલગ અલગ ફરજ પુરી કરવા બદલ રૂ. 70 હજાર સુધીની રકમ આપવામાં આવતી હતી.
એલાઈવ્ઝ જિમના પાર્ટનરને અંધારામાં રાખીને રૂ. 3 કરોડનો ચુનો ચોપડનાર કૈલાશ જાધવ રવિવાર સાંજથી ફરાર છે. પોલીસ દ્વારા તેની ભાળ મેળવવા માટે ત્રણ ટિમ બનવી અલગ અલગ દિશામાં કામગીરી તેજ કરવામાં આવી છે. ત્યારે એલાઈવઝની એકાઉન્ટ બુકના ક્રોસ ઓડિટમાં વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
જેમાં કૈલાશ જાધવ દ્વારા એલાઈવ્ઝના જિમ ટ્રેનરોને 9 મહિના જેટલા સમયથી પગારની ચુકવણી કરવામાં નથી આવી. પરંતુ તેની સાથે ઘરોબો ધરાવતી વ્યક્તિને સોશિયલ મીડિયા માર્કેટિંગ સહિતની ફરજ નિભાવવા માટે નિયમિત રીતે પ્રતિમાહ રૂ. 70 હજારની ચુકવણી કરવામાં આવતી હતી. પગાર ન મળવા મામલે કૈલાશ ફરાર થયા બાદ અલગ અલગ રીતે જિમ ટ્રેનરોએ જિમ પાર્ટનર ડો. દેવાંગ શાહનો સંપર્ક કર્યો હતો. ડો. દેવાંગ શાહ દ્વારા જિમ ટ્રેનરોના પગાર મામલે વ્યવહારુ ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું.
- કૈલાશ જાધવ સાથે પાર્ટનરશીપની એકાઉન્ટ બુકનું ઓડિટ કરતા અનેક નાના કૌભાંડ સામે આવી રહ્યા છે.
- બીજી તરફ માનીતી સોશિયલ મીડિયા મેનેજર ને વિવિધ ફરજ નિભાવવા માટે નિયમિત પ્રતિમાહ રૂ. 70 હજાર જેટલા આપવામાં આવતા હતા.
- ટ્રેનર દ્વારા જિમના પાર્ટનર ડો. દેવાંગ શાહને પગાર મળે તેવી રજૂઆત કરવામાં આવી